ગુજરાતમા મૃત્યુદર 3.3%, કોરોના વાયરસના કુલ કેસ 90 હજારને પાર
અમદાવાદઃ બુધવારે સાંજે 5 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં ગુજરાતમાં 1197 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા, જેને પગલે રાજ્યમાં કુલ 90133 કેસ નોંધાયા છે. ત્રણ દિવસ બાદ ફરી રાજ્યમાં દિવસના 1200 નવા કેસ સામે આવ્યા. જેમાં 253 સુરતમાંથી 153 અમદાવાદ, 124 વડદરા અને 99 કેસા રાજકોટથી નોંધાયા. કુલ કેસની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 30767, સુરતમાં 19269, વડોદરામાં 7562 અને રાજકોટમાં 4243 કેસ નોંધાયા છે. આ ચાર જિલ્લામાં જ રાજ્યના 53.4 ટકા કેસ નોંધાયા.
ગતરોજ ગુજરાતમાં 17 કોરોના સંક્રમિતોના મોત થયાં, જેમને ઉમેરતાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2947 કોરોના સંક્રમિતો મૃત્યુ પામ્યા છે. અમદાવાદમાંથી 5, રાજકોટ અને સુરતમાંથી 1-1 અને વડોદરાથી 2, દાહોદ અને ગીર સોમનાથથી 1-1 દર્દીના મોત થયાં છે. સારી બાબત એ છે કે આ 24 કલાકમાં 1047 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, અત્યાર સુધીમાં કુલ 72398 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાંથી 174 સુરતથી, 163 અમદાવાદથી, 108 જામનગરથી અને 51 મહિસાગરથી હતા.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કુલ દર્દીઓમાથી 80.2 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે, જ્યારે 3.3 ટકા દર્દીનો આ બીમારીએ ભોગ લીધો.
જો ટેસ્ટિંગની વાત કરીએ તો બુધવારે સાંજે પુરા થતા 24 કલાકમાં ગુજરાતમાં 77949 દર્દીના ટેસ્ટ થયા જે એક દિવસના સૌથી વધુ ટેસ્ટ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 19.69 લાખ ટેસ્ટ થયા છે. રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો કે રાજ્યમાં પર મીલિયન પોપ્યુલેશને 1199 ટેસ્ટ કરાયા છે. બુધવારે સાંજ સુધીમાં ગુજરાતમાં 4.77 લાખ લોકોને ક્વોરેન્ટાઈનમાં ધકેલાયા, જેમાના 666 લોકો સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં છે જ્યારે બાકીના હોમ ક્વોરેન્ટાઈનમાં છે.
એક્ટર રણદીપ હુડા મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ