For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GSPC અને બ્રિટિશ ગેસ વચ્ચે એલએનજી વેપાર અંગે કરાર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 માર્ચ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને બ્રિટનના વિદેશમંત્રી હયુગો સ્વાયર (Hugo Swire)ની પસ્થિતિમાં આજે ગાંધીનગરમાં ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) અને બ્રિટીશ ગેસ કંપની વચ્ચે, LNG લિકવીફાઇડ નેચરલ ગેસ અંગે લાંબાગાળાના વેચાણ અને ખરીદીના કરાર સંપન્ન થયા હતા.

ગુજરાત અને બ્રિટન વચ્ચે પરસ્પર સહભાગીતાના વિસ્તૃત ફલક પર વિકસી રહેલા સંબંધોના સંદર્ભમાં પેટ્રોલિયમ એનર્જીના ક્ષેત્રમાં આજે થયેલા આ કરાર ઐતિહાસિક સીમાચિન્હ બની રહેશે એટલું જ નહીં, ગુજરાત અને બ્રિટન વચ્ચેના સંબંધો ફાસ્ટ ટ્રેક પર પહોંચી ગયા છે અને બંને વચ્ચે સહભાગીતાનું ફલક વિકસાવવામાં પ્રેરક બનશે એમ મુખ્યમંત્રીએ હયુગો સ્વાયરને આ પ્રસંગે આવકારતા જણાવ્યું હતું.

બ્રિટનના ફોરેન અને કોમનવેલ્થના મિનિસ્ટર ઓફ સ્ટેટ શ્રીયુત હયુગો સ્વાયરે ગુજરાત અને બ્રિટન વચ્ચે વિકસી રહેલા સંબંધોને નવી ઊંચાઇ પર લઇ જવાની તત્પરતા વ્યકત કરી હતી. મુખ્યમંત્રીએ બ્રિટીશ વિદેશ મંત્રીશ્રી હયુગો સ્વાયર અને બ્રિટીશ હાઇ કમિશનર જેમ્સ બેવન (Mr. Jems Bewan)ના નેતૃત્વમાં આવેલા બ્રિટીશ ડેલીગેશનને હાર્દિક આવકાર આપતા બ્રિટન સાથેના ગુજરાતના સંબંધોને ચિરંજીવ ગણાવ્યા હતા. આપણે પ્રગતિ, વિકાસ અને માનવજાતના કલ્યાણ માટેની યાત્રાના સહયોગીઓ છીએ એમ નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીની સ્પીચ જુઓ અહીં...

જાન્યુઆરી 2013માં સંપન્ન થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુકે ટ્રેડ કમિશને પણ ભાગીદાર બનીને યોગદાન આપ્યું હતું તેનો
ગૌરવસહ ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું કે બ્રિટનમાં વસતા ગુજરાતી સહિતના ભારતીય પરિવારોએ પણ ગુજરાત અને બ્રિટન વચ્ચે સંબંધોનો સેતુ મજબૂત બનાવ્યો છે.

હયુગો સ્વાયર બ્રિટન અને ગુજરાત વચ્ચે સહકાર અને સહયોગ માટે પ્રેરક બની રહયા છે એમ જણાવી મુખ્યમંત્રીએ GSPC અને બ્રિટીશ ગેસ વચ્ચેના કરારના આજના અવસરે ઉપસ્થિત રહીને સ્વાયરે પ્રતીતિ કરાવી છે કે બ્રિટન સરકાર ગુજરાત અને બ્રિટીશ સહભાગીતાને કેટલું મહત્વ આપે છે. ગુજરાત અને બ્રિટન વચ્ચે સહકારના સંબંધો પ્રમોટ કરવાની આ તેમની પ્રતિબધ્ધતા દર્શાવે છે એમ નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું અને ગુજરાત તથા બ્રિટન વચ્ચે ઔદ્યોગિક વ્યાપારી સંબંધો અને રોકાણનું ફલક વધુ વિસ્તરશે એમ ઉમેર્યું હતું.

ગુજરાત ઊર્જા વિકાસ અને પેટ્રોલિયમ એનર્જી ઉદ્યોગના વિકાસ તથા આ ક્ષેત્રોના માનવ સંસાધન વિકાસ માટે ભારતનું એનર્જી હબ બની રહયું છે તેની રૂપરેખા મુખ્યમંત્રીએ આપી હતી. ગુજરાતમાં દેશનું ત્રીજા ભાગનું સૌથી મોટું ગેસ પાઇપલાઇન નેટવર્ક અને LNG ઇમ્પોર્ટના 80 ટકા કાર્ગો હેન્ડલ કરતા બે LNG ટર્મિનલ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે કલાઇમેટ ચેંજના સંકટનો પ્રતિકાર કરવાને અગ્રીમ પ્રાધાન્ય આપેલું છે અને કલીન એનર્જીતરીકે સોલાર એન્ડ વિન્ડ એનર્જીના 60 ટકા ઉત્પાદન ગુજરાત કરે છે. તાજેતરમાં જ ગુજરાતને એનર્જી યુટિલિટિના ક્ષેત્રે બધા જ ચારે ચાર પ્લસ રેઇટ કેન્દ્ર સરકારે આપ્યા છે. આજે ગુજરાત દેશના નેચરલ ગેસના કુલ વપરાશમાં એકતૃતિયાંશ વપરાશ કરે છે અને એકલા ગુજરાતમાં 11 લાખ ઘરવપરાશના ગેસ કનેકશનો તથા સાત લાખ પરાંત વાહનો માટે સી.એન.જી. ગેસ પરિવહનનું વેચાણ થાય છે.

ગુજરાતે 1600 કીલોમીટરના દરિયાકાંઠા પર LNG ટર્મિનલ વિકસાવ્યા છે અને LNG ટર્મિનલ પોલીસી અમલમાં મૂકેલી છે. આજે ગુજરાત ભારતના અર્થતંત્રનું ચાલકબળ છે જેનું કારણ ગુજરાતની ગેસ બેઇઝ્‌ડ ઇકોનોમીની પ્રગતિશીલ નીતિઓ અને તેના પારદર્શી અમલીકરણમાં છે.

મુખ્યમંત્રીએ GSPC અને બ્રિટીશ ગેસ વચ્ચેના આ કરારને ઐતિહાસિક ગણાવતા જણાવ્યું કે આ બંને કંપનીઓની સહભાગીતા માત્ર એનર્જી સિકયોરિટીના ક્ષેત્રમાં જ નહીં કલાઇમેટ ચેંજના પ્રભાવને નિયંત્રણમાં રાખવા અને પર્યાવરણને સુરક્ષિત બનાવવામાં પહેલરૂપ બનશે.

બ્રિટન વિદેશ મંત્રીએ તેમની ગુજરાતની આ પ્રથમ મૂલાકાતને ફળદાયી ગણાવતા જણાવ્યું કે GSPC બ્રિટીશ ગેસ વચ્ચેની આ ભાગીદારી ભારત અને ગુજરાતના ગેસ પેટ્રોલિયમ ક્ષેત્રના માંગ પૂરવઠાની જરૂરિયાતોની પૂર્તિમાં પકારક બનશે. LNG ગેસ પર્યાવરણની દ્રષ્ટિએ કલીન એનર્જીનો સોર્સ છે. અને ભારતના અર્થતંત્ર અને વિકાસ માટે તેનું મહત્વ ઘણું છે.

આ કરારના અવસરથી ગુજરાત અને બ્રિટન વચ્ચેના પરસ્પરના સહયોગના સંબંધોમાં એક નવા અધ્યાયનો ઉમેરો થયો છે અને બંને વચ્ચે માત્ર વ્યાપાર વાણિજ્યના સંબંધો જ નહીં, ગુજરાત અને બ્રિટન વચ્ચે બહુલક્ષી સંબંધો વિકસાવવાની તત્પરતા હયુગો સ્વાયરે વ્યક્ત કરી હતી.

બ્રિટનના વિદેશ મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિશીલ યુનિવર્સિટીઓની પ્રસંશા કરતા જણાવ્યું કે બ્રિટનમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોએ સાંસ્કૃતિક સંબંધો વિકસાવવામાં યોગદાન આપેલું છે. આ સંદર્ભમાં ગુજરાત અને ભારત સાથે બ્રિટનના સંબંધો વધુ મજબૂત, વિસ્તૃત અને ગહન ફલક પર વિકસાવવાની તત્પરતા તેમણે વ્યકત કરી હતી. ગુજરાત ભારતનું મહત્વનું રાજ્ય છે એમ જણાવી હયુગો સ્વાયરે ગુડ ગવર્નન્સ, રૂલ ઓફલો અને હયુમન રાઇટ્‌સમાં બ્રિટનની શ્રધ્ધા વ્યકત કરી હતી.

આ પ્રસંગે GSPCના મેનેજિંગ ડિરેકટર તપન રે અને બ્રિટીશ ગેસના પ્રેસિડેન્ટ શાલિન શર્મા વચ્ચે LNG સહભાગીતાના કરાર પર સહી સિક્કા થયા હતા. ગુજરાતના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી સૌરભભાઇ પટેલ અને રાજ્યના ઉદ્યોગ વેપાર ક્ષેત્રના અગ્રણીઓ પણ આ અવસરે ઉપસ્થિત હતા. મુખ્યસચિવ વરેશ સિન્હાએ સ્વાગત પ્રવચન અને ઊર્જાના અગ્ર સચિવ ડી જે પાંડિયને આભાર દર્શન કર્યું હતું.

English summary
MoU between GSPC and British Gas to open new LNG gateway in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X