• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાઇબ્રન્ટઃ વિદેશની આઠ યુનિવર્સિટી સાથે થયાં એમઓયુ

By Super
|
mou-vibrant
ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ શૈક્ષણિક સસ્થાનોની આતરરાષ્ટ્રીય કોન્ફરન્સના શુભારભ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ, ગુજરાતની યુનિવર્સિટીઓ અને વિદેશની યુનિવર્સિટીઓ વચ્ચે આઠ જેટલા સમજૂતી કરાર (એમઓયુ) થયા હતા. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હે ઇઝરાયલની ગેલિલી ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ સાથે નેહલાલ, ગાધીનગર અને અમદાવાદ; આ ત્રણ શહેરો માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ, સશોધન, વિદ્યાર્થીઓ અને તજજ્ઞોના આદાનપ્રદાન તથા અભ્યાસક્રમના વિકાસ માટે એમઓયુ કર્યા હતા.

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન અને ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ હેલસિન્કી વચ્ચે શિક્ષકોને તાલીમ, વિદ્યાર્થીઓ, તજજ્ઞોના આદાનપ્રદાન તથા સયુકત સશોધન પ્રોજેક્ટ માટે એમઓયુ થયા હતા. પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડો. પી. કે. બાનીક અને કૈરન ઇન્ડિયા લિમીટેડના પી. એલાન્ગો વચ્ચે તાલીમ પરાત શિક્ષણની પરસ્પર અનેક આવશ્યક્તાઓ માટે એમઓયુ થયા હતા. નોલેજ કોન્સોર્સિયમ ઓફ ગુજરાત અને યુ.કે.ની બ્રિટીશ કાન્સીલ વચ્ચે ચ્ચ શિક્ષણમાં નિપૂણતાની વિવિધ બાબતોના આદાનપ્રદાન, નવા અનુભવો અને સશોધનોના આદાનપ્રદાન, ચ્ચ શિક્ષણમાં નીતિ નિર્ધારકો અને શિક્ષણવિદોની ભલામણો અને અનુરોધોના આદાનપ્રદાન તથા દ્યોગગૃહો અને શિક્ષણ સસ્થાનો વચ્ચેના સવાદોના આદાનપ્રદાન માટે એમઓયુ થયા હતા.

ગુજરાત સરકારના ટેકનીકલ શિક્ષણ વિભાગે કેનેડાની સેનેકા કોલેજ સાથે સશોધન અને વિકાસ તથા નવી બાબતોના વિસ્તાર માટે, શિક્ષણની વિવિધ શાખાઓમાં સેન્ટર ઓફ એકસલન્સની સ્થાપના માટે તથા ઉચ્ચ શિક્ષણ ફોરમની સ્થાપના માટે એમઓયુ કર્યા હતા. રાજ્ય સરકારની ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીએ યુકેની યુનિવર્સિટી ઓફ લેન્કેશાયર સાથે ગુણવત્તાની પ્રતિબદ્ધતા માટેની પ્રક્રિયાના આયોજન માટે, શિક્ષણ, અભ્યાસ, સશોધન તથા જ્ઞાનના આદાનપ્રદાન માટેની સમજૂતિ માટે કરારો કર્યા હતા.

પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીએ કેડીલા ફાર્માસ્યુટીકલ્સ લિમીટેડ સાથે લાઇફ સાયન્સના ક્ષેત્રમાં વિશ્વકક્ષાની યુનિવર્સિટીના નિર્માણ માટે એમઓયુ કર્યા હતા. આ પરાત ગુજરાતના સામાજિકઆર્થિક વિકાસ માટે, ગુજરાતમાં ઔદ્યોગિક સશોધનો તથા ભવિષ્યની તાલિમી માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટેના આયોજનો અગે એમઓયુ થયા હતા. જયારે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઇ.આઇ.ટી., ગાધીનગર)એ યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન સાથે શૈક્ષણિક કાર્યક્રમો, માહિતી અને સશોધનોના આદાનપ્રદાન, શૈક્ષણિક સામગ્રીના આદાનપ્રદાન, ટૂકાગાળાના શૈક્ષણિક કાર્યક્રમોના સયુકત આયોજન તથા વિદ્યાર્થીઓ અને તજજ્ઞોના આદાનપ્રદાન માટે એમઓયુ કર્યા હતા. મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, ૬ઠ્ઠી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટની મુખ્ય મધ્યવર્તી થીમ જ ‘નોલેજ' છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરમાં વિશ્વની ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓની આતરરાષ્ટ્રીય પરિષદ(ICAI))નો પ્રારભ કરતાં ઉચ્ચ અને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રે જ્ઞાનના આદાનપ્રદાન અને સહભાગીતા માટેનુ વૈશ્વિક ફોરમ ઉભુ કરવાનુ પ્રેરક સૂચન કર્યું હતુ. ગુજરાતે આતરરાષ્ટ્રીય પરિષદનુ આયોજન કરીને માનવ સસાધન વિકાસ માટેની આ તક પલબ્ધ કરી છે, તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતુ.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ ર૦૧૩ અતર્ગત આજથી ગાધીનગર નજીક પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી પરિસરમાં માનવ સસાધન વિકાસના ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણના જ્ઞાન સહયોગ માટેની આ પરિષદ થઇ છે. જેમાં ર૬૦ જેટલી ગણમાન્ય યુનિવર્સિટીઓ અને શિક્ષણ સસ્થાઓના કેળવણીકારો અને શિક્ષણવિદો ભાગ લઇ રઘા છે. આ પરિષદમાં ૧૪પ જેટલી ઇન્ટરનેશનલ બાવન ભારતભરના રાજ્યોની અને ગુજરાતની ૬૭ શિક્ષણ સસ્થાઓ પરસ્પર સહભાગીતાના વિનિયોગ માટે સામૂહિક ચિતન અને મનન કરશે.

English summary
during international conference for academic institutions in vibrant gujarat, eight foreign university did MoU with gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more