• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાઇફલ બતાવનાર રાદડિયાએ કરી આગોતરા જામીનની અરજી

|

વડોદરા, 17 ઓક્ટોબર: વડોદરાની કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરતી વખતે પણ પોરબંદરના કોંગ્રેસી સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ એજ કથન જારી રાખ્યું હતુ કે તેમણે ટોલ પ્લાઝા પર પોતાના રક્ષણ માટે રાઇફલ હાથમા લીધી હતી. અને આ અંગે તેઓ કોઇ માફી માંગશે નહીં.

વડોદરાના કરજણ તાલુકામાં આવેલા ટોલ પ્લાઝા પર ગયા અઠવાડિયે આ ઘટના બની હતી. સીસીટીની ફૂટેજ પ્રમાણે રાદેડિયાએ પોતાનું સાંસદ સભ્યના આઇકાર્ડની ઝેરોક્ષ બતાવી હતી, પરંતુ ટોલ કલેક્ટરે તેમને ઓરીજનલ કાર્ડ બતાવવા આગ્રહ કર્યો હતો. આથી રોષે ભરાઇને રાદડિયા તેમની કારમાંથી બહાર આવીને
ટોલ કલેક્ટર પાસે રાઇફલ લઇને ધસી જાય છે.

જોકે આ અંગે રાદડિયાએ જણાવ્યું હતું કે 'તેમણે મને બોગસ સાંસદ કહ્યો હતો. હું એક સાંસદ સભ્ય છું, અને હું આદર ઇચ્છું છું.' તેમણે ટોલ પ્લાઝાના અધિકારીઓ અને સુરક્ષા ગાર્ડ સામે એવો આક્ષેપ કર્યો કે તેમણે મને ઘેરી લીધો હતો અને મને ધમકી આપવા લાગ્યા હતા.

રાદડિયા સામે હિંસા ફેલાવવા અને જાહેરમાં હથિયારનો ઉપયોગ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટોલ પ્લાઝાના મેનેજરે તેમની સામે કેસ દાખલ કર્યો હતો.

English summary
When he pulled out a large rifle at a toll booth plaza in Gujarat, Congress MP Vitthalbhai Radadiya said that he had acted in self-defence and refused to apologise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X