• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી અને US રાજદૂત વચ્ચે બેઠકથી રાજકિય સળવળાટ!

|

અમદાવાદ, 13 ફેબ્રુઆરીઃગુજરાતના મુખ્યમંત્રી અને અમેરિકન રાજદૂત નેન્સી પોવેલ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે મુલાકાત થઇ હતી. આ બેઠક દોઢ કલાક ચાલી હતી. સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકન રાજદૂત નેન્સી પોવેલે નરેન્દ્ર મોદીની મુલાકાત તેમના ઘરે જઇને કરી હતી, જેનાથી સાબિત થાય છે કે જ્યારથી મોદીનું કદ વધ્યું છે ત્યારથી અમેરિકાના વલણમાં બદલાવ આવ્યો છે. આ મુલાકાત પૂર્ણ થયા બાદ નેન્સી પોવેલ વિરોક્ષ પક્ષના નેતા શંકર સિંહ વાઘેલાને મળવા ગયા હતા જ્યારે મોદી ત્યાંથી સીધા અંબાજી ગયા હતા. આ બેઠકથી રાજકિય સળવળાટ જોવા મળી રહ્યો છે.

ચોક્કસપણે જે લોકો નરેન્દ્ર મોદીને દિલ્હી સુધી પહોંચતા અટકાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, તેમના માટે આ એક પીછેહટ જેવી ઘટના સાબિત થઇ રહી છે. આ બેઠકને લોકસભાની ચૂંટણી સાથે જોડી દેવામાં આવી છે અને તેને લઇને અનેક પ્રશ્નો અને સળવળાટ ઉદ્ભવી રહ્યાં છે. જે અહીં તસવીરોમાં જણાવવામાં આવ્યા છે.

નવ વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે કૂણુ વલણ અપનાવનાર અમેરિકાના રાજદૂત ગુજરાત આવી ગયા છે. ગુજરાતમાં તેઓ 2 દિવસ રોકાવાના છે. અમેરિકન રાજદૂત નેન્સા પોવેલ બુધવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આજે એટલે કે 13 ફેબ્રુઆરીએ સવારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસ્થાને ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2002માં થયેલા રમખાણો બાદ અમેરિકાએ સ્થાનિક કાયદા હેઠળ ધાર્મિક સ્વાતંત્ર્યનું હનન થયુ હોવાનું જણાવ્યું હતું અને 2005માં મોદીને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અમેરિકાની સાથોસાથ બ્રિટને પણ મોદીને વિઝા આપવાની મનાઇ ફરમાવી દીધી હતી. પરંતુ દેશમાં રાજકિય વાતાવરણ બદલાતા બ્રિટને મોદી પરનો વિઝા પ્રતિબંધ હટાવી દીધો હતો.

જે રીતે દેશમાં મોદીનું રાજકિય કદ વધી રહ્યું છે, તેના કારણે અમેરિકાનું વલણ પણ કૂણું પડ્યું છે અને તેઓ મુખ્યમંત્રી મોદી સાથે મુલાકાત કરવા તૈયાર થયા છે. ત્યારે દેશ સહિત વિશ્વ ભરના રાજકિય પંડિતોની નજર મોદી અને નેન્સી પોલ વચ્ચેની બેઠક પર અને તેમની વચ્ચે થનારી મંત્રણા પર રહેશે.

પહેલું કારણ

પહેલું કારણ

2011 અને 2012માં ચીન અને જાપાને નરેન્દ્ર મોદીને આણંત્રણ આપ્યું અને ઔધ્યોગિક સંબંધો પર ચર્ચા કરી. જાપાને ઇન્ડસ્ટ્રિયલ કોરડીર બનાવવાની ડીલમાં પણ સહમતિ પ્રદાન કરી. તેવામાં અમેરિકા હરકતમાં આવે તે સ્વાભાવિક હતું, આ જ કારણ છે કે મોદી તરફ અમેરિકા નરમ પડ્યું.

બીજુ કારણ

બીજુ કારણ

બીજુ સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાનું થિંક ટેન્ક છેલ્લા પાંચ વર્ષથી વારંવાર નરેન્દ્ર મોદીની ઉપલબ્ધીઓનું ફીડબેક વ્હાઇટ હાઉસને આપી રહ્યું છે.

ત્રીજુ કારણ

ત્રીજુ કારણ

ત્રીજુ સૌથી મોટું કારણ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત એસઆઇટીની ક્લિન ચિટ. ગુજરાત રમખાણો પર એસઆઇટીથી ક્લિન ચિટ મળ્યા બાદ તમામ અમેરિકન અખબારોએ સમાચાર પ્રસારિત કર્યા અને લેખો લખ્યા અને એ સમાચાર વ્હાઇટ હાઉસ પણ પહોંચ્યા. આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા પણ હવે માની રહ્યું છે કે મોદીના રમખાણોમાં હાથ નથી.

સળવળાટ નંબર 1

સળવળાટ નંબર 1

ગુજરાતના મુખ્યમંત્રી અને અમેરિકન રાજદૂત નેન્સી પોવેલ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે મુલાકાત થઇ રહી છે.

સળવળાટ નંબર- 2

સળવળાટ નંબર- 2

બીજો ખળભળાટ સમાજવાદી પાર્ટીમાં મચ્યો છે, જે પોતાને મુસલમાનોના સ્વયંભૂ ઠેકેદાર માને છે. આ વાત સપા સાંસદ નરેશ અગ્રવાલના વક્તવ્યમાં સ્પષ્ટ ઝળકે છે, જ્યારે તેમણે કહ્યું કે આવા અમેરિકન રાજદૂતો પર પ્રતિબંધ લગાવી દેવો જોઇએ.

મુખ્યમંત્રી આવાસ ખાતે મુલાકાત

મુખ્યમંત્રી આવાસ ખાતે મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી અને અમેરિકન રાજદૂત નેન્સી પોવેલ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી આવાસ ખાતે મુલાકાત થઇ રહી છે.

English summary
US ambassador Nancy Powell arrived at ahmedabad. will meet narendra modi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more