For Quick Alerts
For Daily Alerts
ગાંધી કથાની પૂર્ણાહુતિ જાન્યુઆરીમાં થશે
13,સપ્ટેમ્બર,અમદાવાદ: મહાત્મા ગાંધીના જીવન ઉપર આધારિત 'ગાંધી કથા'નુ સમાપન આવતા વરસે જાન્યુઆરીમા થશે. પીઢ ગાંધીવાદી નારાયણ દેસાઇએ 2004મા આ કથા શરુ કરી હતી અને હવે 108મી કથા સાથે પૂર્ણાહૂતિ કરશે.
ગાંધીજીએ 1920મા અમદાવાદમા શરુ કરેલી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ 108મી કથાની સમાપન માટે જોરદાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે.ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઇના પુત્ર નારાયણ દેસાઇએ 2004ની સાલમા ગાંધી કથાની શરુઆત ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી કરી હતી. અને આ કથા તેમણે વિશ્વના વિવિધ દેશોમા યોજી હતી.
દેસાઇએ અત્યાર સુધી 104 કથા પૂર્ણ કરી છે અને તેઓ આગામી કથા તામિલનાડુમા મદુરાઇ ખાતે કરશે. અંતિમ કથા ગુજારાત યુનિવર્સિટીના નેજા હેઠળ ગાંધીનગર જિલ્લામા સાદરા ખાતે આવેલી મહાદેવ દેસાઇ કોલેજમા થશે. અહિ આસપાસના ગામોના નાગરિકોએ કથાની પૂર્ણાહુતિ માટે પુરુ યોગદાન આપવાની તૈયારી દાખવી છે.