સાધિકા સાથેના દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદ અને 1 લાખનો દંડ
સુરતઃ આસારામના દીકરા નારાયણ સાંઈના બળાત્કારના કેસમાં આજે સુરતની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જણાવી દઈએ કે સુરતની સેશન્સ કોર્ટે 26મી એપ્રિલે નારાયણ સાંઈને દોષી ઠેરવ્યો હતો. આજે કોર્ટે નારાયણ સાંઈને સજા ફટકારી દીધી છે. સાધિકા સાથેના રેપ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નારાયણ સાંઈના સહ આરોપી ગંગા, જમના અને હનુમાનને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે આ સજા સંભળાવી છે.અન્ય સહ આરોપી રમેશ મલ્હોત્રાને 6 માસની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
નારાયણ સાંઈના વકીલ બી એમ ગુપ્તાએ કહ્યું કે અમે દોઢ વર્ષની સજા માંગી હતી, હવે અમે હાઈકોર્ટમાં જઈશું. વધુમાં નારાયણ સાંઈના વકીલે કહ્યું કે પુરાવાનો અભાવ હોવા છતાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે હવે નારાયણ સાંઈ હાઈકોર્ટે જશે. સરકારી વકીલ પીએન પરમારે કહ્યું કે નારાયણ સાંઈએ સાધકોનો વિશ્વાસ ઘાત કર્યો છે. પીડિતાને 25 લાખનું વળતર આપવાની અમે માંગણી કરી હતી, જો કે કોર્ટે પીડિતાને 5 પીડિતાને પાંચ લાખ રૂપિયા વળતર તરીકે આપ્યા છે.
જણાવી દઈએ કે પોલીસે ઓક્ટોબર 2013માં પીડિત બહેનોના નિવેદન અને લોકેશનથી મળેલ સબુતોના આધાર પર નારાયણ સાંઈ અને આસારામ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પીડિતા નાની બહેને પોતાના નિવેદનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ પુષ્ત સબૂત આપતા દરેક લોકેશનની ઓળખ કરી હતી. જ્યારે મોટી બહેને આસારામ વિરુદ્ધ મામલો નોંધાવ્યો હતો. એફઆઈઆર નોંધાયાના બે મહિના બાદ ડિસેમ્બર 2013માં નારાયણ સાંઈ દિલ્હી-હરિયાણા બોર્ડર પાસેથી પકડાયા હતા. ધરપકડ સમયે નારાયણ સાંઈએ સિખ વ્યક્તિનો ભેષ ધારણ કરી રાખ્યો હતો.
આ પણ વાંચો- સુરત રેપ કેસમાં નારાયણ સાઈ દોષિત જાહેર, 30 એપ્રિલે સજા થશે