For Quick Alerts
For Daily Alerts
અમદાવાદઃ નરોડા પાસેથી 15 લાખના ચરસ સાથે મહિલા ઝડપાઇ
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ અમદાવાદના નરોડા વિસ્તાર ખાતેથી આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) દ્વારા 3 કિલો ચરસના જથ્થા સાથે એક મહિલાની ધરપકડ કરી છે. જેની કિંમત ભારતીય બજારમાં 15 લાખની આસપાસ થા છે.
આ અંગે મળેલી માહિતી અનુસાર, એનસીબીને બાતમી મળી હતી, જેના આધારે નરોડામાંથી ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી નુસરત જ્હા નામની મહિલા પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. નુસરત જ્હા ચરસનું વેચાણ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નશીલા પદાર્થ સામે હાથ ધરાયેલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી ડ્રગ્સનું વેચાણ કરનારા અને ડિલીવરી કરનારાઓએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાંખી છે અને સરકારી પરિવહનની બસ અને રેલવે જેવા વાહનોનો ઉપયોગ શરૂ કર્યો છે. એનસીબીએ છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે ડ્રગ્સ પકડવાના કેસ વધુ નોંધાયા છે.
Comments
narcotics control bureau ncb ahmedabad naroda news in gujarati નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એનસીબી અમદાવાદ નરોડા ન્યૂઝ ઇન ગુજરાતી
English summary
Narcotics Control Bureau saized 3 kg drug form naroda.
Story first published: Friday, October 3, 2014, 16:27 [IST]