For Quick Alerts
For Daily Alerts
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ નરોડામાંથી 7 કિલો ચરસ પકડ્યું
અમદાવાદ, 17 ઑક્ટોબર : આજે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરોએ મળેલી બાતમીના આધારે 3 વ્યક્તિઓને પકડ્યા છે. તેમની પાસેથી 7.79 કિલો ચરસ મળી આવ્યું છે. ધરપકડ કરાયેલી વ્યક્તિઓની પૂછપરછમાં કાશ્મીર સુધી પ્રતિબંધિત ડ્રગ્સની હેરાફેરીની લિંક ખૂલી શકે છે.
મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ડિપાર્ટમેન્ટ ઓફ સિક્યુરિટી હેઠલ આવતા નાર્કોટિક કન્ટ્રોલ બ્યુરોની અમદાવાદ બ્રાન્ચના અધિકારીઓએ બાતમી અને શંકાના આધારે બુધવારે સવારે એક લક્ઝરી બસને રોકીને તપાસ કરતા ત્રણ વ્યક્તિઓ પાસેથી 7.79 કિલો ચરસ મળી આવ્યું હતું.
એનસીબીએ શેખ મોહમ્મદ રફીક - વેજલપુર, શેખ રૂક્સાના બાનુ - વેજલપુર, રંગરેજ ઇમ્તકહાબ - બોમ્બે હોટેલ, નારોલની ધરપકડ કરી હતી. ત્રણે વ્યક્તિ જમ્મુથી આવી રહી હતી. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયા જેટલી છે.
Comments
narcotics control bureau ncb ahmedabad naroda jammu kashmir drug નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો એનસીબી નરોડા જમ્મુ કાશ્મીર ચરસ
English summary
Narcotics Control Bureau saized 7 kg drug form naroda.
Story first published: Wednesday, October 17, 2012, 17:40 [IST]