• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારું સન્માન કરવું મારું સૌભાગ્ય છે કહ્યું પીએમ મોદીએ

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે યોજાયેલા ભારતની મહિલા સરપંચોના મહા સંમેલન-સ્વચ્છ શક્તિ-૨૦૧૭ને સંબોધતાં જણાવ્યું હતું કે, પચાસ ટકા માતૃશક્તિ ભારતની વિકાસયાત્રામાં સક્રિય ભાગીદારી કરે તો દેશની પ્રગત્તિ નિશ્ચિત છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં, ગાંધીજીના નામે રચાયેલા નગર-ગાંધીનગરમાં અને મહાત્મા નામકરણવાળા મંદિરમાં યોજાયેલા સ્વચ્છ શક્તિ-૨૦૧૭ સંમેલનનું મહાત્મ્ય વિશેષ છે એમ કહીનેપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯માં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી છે. સ્વચ્છતાના બે વર્ષના પ્રયાસોમાં આપણે શૌચાલયોની સંખ્યા ૪૨ ટકાથી વધારીને ૬૨ ટકા સુધી લઈ જઈ શક્યા છીએ.

ભારતની સરપંચ મહિલાઓ ખુલ્લામાં શૌચક્રિયાનો વિરોધ કરે અને અત્યંત સુક્ષ્મતાપૂર્વક આ ગતિને, સમયબદ્ધ આગળ ધપાવીએ તો આગામી દોઢ વર્ષમાં શૌચાલયોમાં હજુ પણ ઘણો વધારો કરી શકીએ તેમ છીએ. સ્વચ્છતાને જીવનનું લક્ષ્ય બનાવીને તે દિશામાં થાક્યા વિના-હાર્યાં વિના કામ કરવા તેમણે મહિલા સરપંચોને અનુરોધ કર્યો હતો.

મહિલાઓ વધુ સમર્પિત
પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ સમર્પિત ભાવથી અને પુરી લગનથી પોતાની ફરજ બજાવે છે અને પોતાની જવાબદારીને સફળ બનાવવા પ્રયત્ન કરે છે. મહિલાઓની આ કુદરતી વિશેષતાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, જે ગામમાં મહિલા સરપંચ હોયએ ગામમાં ભૃણહત્યા ન થવી જોઈએ ' બેટી બચાઓ-બેટી પઢાઓ' માટે ગામમાં વિશેષ જાગૃતિ લાવીને બેટાઓની સરખામણીમાં બેટીઓની સંખ્યાનું અસંતુલન દૂર કરવું જોઈએ. મહિલા સરપંચો આ કામમાં વિશેષ સફળતા મેળવી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, 'મેં એવી દીકરીઓ જોઈ છે જેપોતાના વૃદ્ધ માતા-પિતાની સેવા કરી શકે તે માટે લગ્ન પણ નથી કરતી અને એવા દીકરાઓ પણ જોયા છે કે, ચાર-ચાર ભાઈઓ હોવા છતાં પોતાના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય'. દીકરા-દીકરી પ્રત્યેના ભેદભાવની માનસિકતાની વિરુદ્ધ દ્રઢ સંકલ્પ થઈને બદલાવ લાવવા પ્રયત્નો કરવાની આવશ્યકતા છે.

modi

ઓલ્મ્પિકમાં દેશનું ગૌરવ
મોદીએ કહ્યું કે આ વર્ષે ઓલિમ્પિક રમતોમાં દેશની દીકરીઓએ જ વિજયી થઈને દેશને ગૌરવ અપાવ્યું હતુ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પ્રથમ ક્રમાંકોમાં દીકરીઓ જ દેખાય છે. જ્યાં જ્યાં તક મળી છે ત્યાં દીકરીઓએ કામને દૈદિપ્યમાન કર્યું છે. એમ કહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'બેટી બચાવો-બેટી પઢાઓ' અભિયાનને સામાજિક-રાષ્ટ્રીય અને માનવીય દાયિત્વ ગણાવ્યું હતું. જ્યાં સુધી ગંગા છે, જ્યાં સુધી કુરુક્ષેત્ર છે અને જ્યાં સુધી હિમાલય છે અને સીતાની ગાથા છે ત્યાં સુધી હે બાલિકા ! તારૂ નામ દુનિયા યાદ રાખશે. આ માટે દીકરાઓની સાથે દીકરીઓને પણ ભણાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આદર્શ ગામ

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૪મા નાણાપંચ બાદ હવે દેશભરના ગામડાઓમાં સીધા બે લાખ કરોડ રૂપિયા પહોંચે છે ત્યારે એવા સંપન્ન ગામનું નિર્માણ કરીએ કે જેનો આત્મા ગામડાનો હોય અને સુવિધા શહેરની હોય. સુવિધા સંપન્ન જ નહીં, ટેકનોલોજીથી સજ્જ એવું આદર્શ ગામનું નિમાણ કરીએ. જ્યાં રજાના દિવસોમાં લોકો રહેવા આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશની અઢીલાખ ગ્રામ પંચાયતોમાંથી ૭૦ હજાર ગામમાં ઓપ્ટિકલ ફાયબર કેબલના કામ પૂર્ણ થયા છે ત્યારે સ્કૂલ અને પંચાયત ઘર સુધી કેબલ પહોંચવો જોઇએ. જેથી વહીવટી પ્રક્રિયા અને શિક્ષણને ટેકનોલોજી સાથે જોડી શકાય. મોદીએ ઉપસ્થિત સરપંચોને આગ્રહ કર્યો હતો કે, સરકારની તિજોરીમાંથી પગાર મેળવતા ગામના નાગરિકો સરકારનું જ પ્રતિનિધિત્વ કરે છે તેમની સમયાંતરે મીટીંગ બોલાવી તેમને ગામના વિકાસ કાર્યમાં જોડવા જોઇએ.

મોદીની સલાહ

આ જ રીતે ગામની બહાર વસતા ગ્રામજનોને બોલાવીને ગામનો જન્મ દિવસ રંગેચંગે મનાવવા, ગામના વિકાસમાં તેમનું પ્રદાન અને ગામમાં વૃક્ષારોપણ કરવું, ૭૫ વર્ષના વૃદ્ધોનું સન્માન કરવું વગેરે જેવી પ્રવૃત્તિથી ગામડું પ્રાણવાન બનશે. નવી શક્તિનો સંચાર થશે. તેમણે કચરામાંથી કંચનના અભિગમને અપનાવી સ્વચ્છતાના સંસ્કારને સુદ્રઢ કરવા ઉપસ્થિત મહિલા સરપંચોને આહવાન કર્યું હતું.

Read also: Video: મોદીથી સામે આ મહિલા સરપંચને મોઢું દબાઇ લઇ ગયાRead also: Video: મોદીથી સામે આ મહિલા સરપંચને મોઢું દબાઇ લઇ ગયા

બાળકો અને શિક્ષણ

પ્રધાનમંત્રીએ કહ્યું કે ગામના પ્રત્યેક બાળકનું સંપૂર્ણ રસીકરણ થાય, તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે એ ઘટના સરપંચ માટે ગૌરવરૂપ હોવી જોઇએ એમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે,સ્વચ્છતાની આદતથી આર્થિક લાભ થાય છે. તેમણે વર્લ્ડબેન્કના રીપોર્ટનો આધાર આપી જણાવ્યું હતું કે,ગંદકીના કારણે વર્ષે એક ગરીબ પરિવારને સાત હજાર રૂપિયા દવા પાછળ ખર્ચવા પડે છે. સ્વચ્છતા જળવાશે તો આ રકમ અન્ય વિકાસ ખર્ચ પાછળ ખર્ચી શકાશે. તેમણે રવિન્દ્રનાથ ટાગોરની કવિતાનું હિન્દી ભાષાંતર ટાંકીને જણાવ્યું હતું કે, ગામના પ્રાકૃતિક સંશાધનોની જાળવણી થવી જોઇએ.તેમણે એમ પણ જણાવ્યું હતું કે, માત્ર શૌચાલય જ સ્વચ્છતા નથી. તમામ ક્ષેત્રોમાં સ્વચ્છતા એક આદત છે. સ્વચ્છતા એ સંસ્કાર છે. આ માટે સમાજનો સ્વભાવ બદલવો પડશે. જન આંદોલન કરવું પડશે. ગંદકી પ્રત્યે નફરતનો ભાવ પેદા કરવો પડશે. આ માટે માતૃશક્તિ શ્રેષ્ઠ પ્રદાન આપશે, તેમ પણ તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિને સ્વચ્છ ભારત મિશનના અભિયાનમાં જન આંદોલન દ્વારા પરિવર્તન લાવનારી દેશના ખૂણે ખૂણેખૂણેથી પૂ. મહાત્મા ગાંધીજી,સરદાર પટેલ, મોરારજીદેસાઇ અને વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મભૂમિ ગુજરાતમાં ઉપસ્થિત થયેલાં સ્વચ્છાગ્રહી મહિલા સરપંચોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,ગ્રામીણ શક્તિ-સામાર્થ્યનું સન્માન પૂ.બાપુના ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરશે. તેમણે જણાવ્યું હતું કે, ખુલ્લામાં શૌચક્રિયાથી મોટું ગ્રામીણ માતૃશક્તિ અપમાન બીજું કંઇ નથી. આ અપમાનના દૂર કરવા ગુજરાતે સ્વચ્છતા નિર્માણની દિશામાં માર્ગદર્શનરૂપ કાર્ય કર્યું છે. ગુજરાત માત્ર વુમન ડેવલપમેન્ટ માટે જ નહીં, પરંતુ વુમન લેડ ડેવલપમેન્ટ માટે પણ કાર્ય કરવામાં માને છે તેવું જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત પોલીસની નોકરીમાં ૩૩ ટકા અનામત. ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ મહિલાઓને આરક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતે બેટી બચાવો, કન્યા કેળવણી,વિદ્યાલક્ષ્મી બોન્ડ, મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીનીઓને સો ટકા ફી મુક્તિ, સખીમંડળો દ્વારા મહિલા સશક્તીકરણ જેવા જન આંદોલન દ્વારા નારી ગૌરવનું સન્માન કર્યું છે.

સુમિત્રા મહાજન

તો આ પ્રસંગે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન મહિલા સરપંચોને બિરદાવતા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં પ્રથમવાર 'સ્વચ્છ ભારત' માટેલાલ કિલ્લા પરથી કોઇ પ્રધાનમંત્રીએ દેશને આહવાન કર્યું હોય તે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી છે. તેમણે રામાયણની કથા યાદ કરતા કહ્યું કે લંકા જતી વખતે જાંમવતે હનુમાનજીને યાદ કરાવ્યું હતું કે તારામાં સામર્થ છે. તે રીતે મહિલાઓએ પણ પોતાની શક્તિઓને ઓળખવાની જરૂર છે.

સ્‍વચ્‍છ શક્તિ અભિયાન
આ પ્રસંગે છત્તીસગઢના ચીમા ગામના ઉતરા ઠાકુર, હરિયાણાના સ્‍વ સહાય જૂથના કુ. નિલમ કુમાર, રાજસ્‍થાનના શ્રીમતી આશા પુત્રી, ઉત્તરપ્રદેશના ફૈસાબાદ જિલ્‍લાના શ્રીમત મંજૂ મૌર્ય, આસામના સુમિત્રા કુમારી, પશ્ચિમ બંગાળના શાલવારીના શ્રીમતી શિવાની ડકોય, કર્ણાટકના હરવાલગામના સ્‍વ સહાય જૂથના અકમ્‍મા હરવાલ, તામિલનાડુના સ્‍વ સહાય જૂથના એમ. મલિકા, ગુજરાતના તાપી જિલ્‍લા ટપરવાડા ગામના સ્‍વ સહાય જૂથના રમીલાબેન ગામિત, મહારાષ્‍ટ્રના પાલઘરના સુશીલા કુરકુટ્ટેનું સ્‍વચ્છતા અભિયાન-શૌચમુક્ત ગામ તથા શૌચાલય નિર્માણક્ષેત્રે શ્રેષ્‍ઠ કામ કરનાર સ્‍વચ્‍છતા ચેમ્પિયન મહિલા તરીકે વડાપ્રધાનશ્રીના હસ્‍તે સ્વચ્છ શક્તિ પુરસ્કારથી સન્‍માન કરાયું હતું.

મહિલા વિકાસ પુરસ્‍કાર
આ ઉપરાંત ગુજરાતના લિજ્જત પાપડના સ્‍વાતિ પરાડકર, સામાજિક કાર્યકર માલતીબેન જોઇતારામ ચૌધરી, સ્‍વીમીંગ ચેમ્‍પિયન કુ.માના પટેલ, ટેબલ ટેનિસ ચેમ્‍પિયન શાઇની ગોમ્‍સનું મહિલા વિકાસ પુરસ્‍કારથી સન્‍માન કરાયું હતું.

English summary
PM Narendra Modi address National Convention of 6000 Women Sarpanch at Gandhinagar today. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X