• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સમાપનમાં મોદીએ કહ્યું'This Bonding is stronger than Branding'

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇનવેસ્ટમેન્ટ સમિટ 2013નું સમાપન કરતા અભિવાદન કર્યું હતું. મોદીએ સૌથી જણાવ્યું કે સૌથી પહેલા મહત્વપૂર્ણ કામ પૂરું કરી લઉ. હું અત્રે ઉપસ્થિત થયો છું આપને આમંત્રણ આપવા. લખી લો. હું આપને 2015ની 7મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમત્રંણ આપું છું. ગઇ વખતે મીડીયાના મિત્રોએ મારી પીટાઇ કરી હતી. કે હજી ઇલેક્શન બાકી છે. અને આપ આવતા વર્ષ માટે કેવી રીતે આમંત્રણ આપી શકો. આ વખતે એવું સંકટ નથી. ઉમંગ અને ઉત્સાહ સાથે તમને આમંત્રણ આપું છું મને વિશ્વાસ છે આપ જરૂર આવશો.

મિત્રો આપે આ સમિટ જોયો અનુભવ્યો. વિશ્વભરના લોકો આવે છે, હું પણ આવા સેમિનારમાં વિદેશમાં ગયો છું પરંતુ આટલા મોટા સ્કેલ પર વિશ્વમાં કોઇ ઇવેન્ટ નહીં થતી હોય. અનેક લોકોએ તેમાં ભાગીદારી આપી છે, પરિશ્રમ કર્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌનો આભાર માનું છું. અનેક પાસાંઓ પર લોકોનું ધ્યાન જાય છે પરંતુ 121 દેશોના લોકો અત્રે આવ્યા 121 દેશોના 2100 લોકો જ્યારે ઘરે જશે ત્યારે કહેશે હું 'હિન્દુસ્તાન' ગયો હતો. એટલે અમે સંદેશ પહોંચાડવામાં સફળ થયા છીએ કે આવું પણ એક હિન્દુસ્તાન છે. આપણે નવા એમ્બેસડરને જન્મ આપ્યા છે. તેમની ચામડીનો રંગ ગમે તે હોય, ભાષા ભલે અલગ હોય પણ એકના એક દિવસ તેઓ આપણા માટે સારુ બોલશે. આપણા દેશની સારી વાત થાય કે આપણા દેશના વખાણ થાય એ સારી બાબત છે. આ ભારતની આન-બાન-શાન વધારવાની ઘટના છે.

આ ઇવેન્ટમાં જોયું કે ભલે સાધન ઓછા હોય પરંતુ અપેક્ષાઓ ઉંચી છે તેવા લોકોને અને ભારતની ઉભરતી પેઢીને આ ઇવેન્ટના કારણે એમ થાય કે દુનિયા આટલી મોટી છે? ચાલો આપણે પણ એ દિશામાં આગળ વધીએ. માનીએ કે ના માનીએ દરેકના મનમાં એક ડર હોય છે. અજ્ઞાનતાનો ભય હોય છે. પહેલી વાર મુંબઇ જઇએ તો આપણને ત્યાની ખબરના હોય એટલે એક ભય હોય. આટલા બધા દેશોને સાંભળવું એ રાજ્યના લોકોને સાથે મળશે તો તેનો ફિયર ખતમ થઇ જશે. જેની પાસે અઢળક રૂપિયા છે તેની માટે આ વાત સમજની બહાર છે.

આટલા ઓછા સમયમાં ગુજરાતે જે પોતાનું બ્રાન્ડીંગ કર્યું છે તેવું દુનિયાની કોઇ કંપની કરી શકે તેમ નથી. હું ઇંગ્લેન્ડ ગયો હતો. ત્યારે બધાને કહ્યું હતું ગુજરાત આવો. લોકો પુછતા હતા કે ગુજરાત ક્યા આવ્યું. મારે કેવું પડતું હતું કે મુંબઇથી નોર્થમાં જઇએ એટલે ગુજરાત આવે, હવે સ્થિતિ બદલાઇ છે મિત્રો હવે કોઇ મુંબઇનું પૂંછે તો કહેવું પડે છે કે મુંબઇ ગુજરાતથી દક્ષિણમાં જઇએ તો નજીક જ છે. એક જમાનો હતો કે બીજા દેશમાં ગયા હોય અને ત્યા એમઓયુ કરીને આવ્યા હોય ત્યારે મીડિયા પૂછતું ન્હોતું કે કેટલાના એમઓયુ થયા. હવે સ્થિતિ બદલાઇ છે. અમે એવું કામ નહીં કરીએ કે જે સામાન્ય રીતે અન્ય સરકાર કરે છે. મને વિદેશમાં પુછાતું કે તમારે શું જોઇએ છીએ. હું કહેતો કે મારે કંઇ નથી જોઇતું હું માત્ર એટલું જ કહું છું કે એક વખત ગુજરાત આવો. ફીલ ગુજરાત વન્સ.

ગઇકાલે મંચ પરથી કોઇએ પૂછ્યુ હતું તે ખબર નથી કે ગુજરાતની માટીમાં એવું શું છે? મિત્રો આ પ્રશ્ન સ્વાભાવિક છે. પણ પહેલા ન્હોતો થતો હવે થાય છે. મિત્રો આ માટીમાં પવિત્રતા છે. આ માટીમાં અમારા પૂર્ખાઓની મહેનતનો પરસેવો છે. આપણે દુનિયાને સમજીશું નહીં વિશ્વમાં ઘર કેવી રીતે બનાવીશું. દુનિઆને સમજીશું નહી તો દેડકાની જેમ રહી જઇશું. આવા સમિટના કારણે પરિવર્તન આવવાની સંભાવના પેદા થાય છે. સમયની માગ છે કે વિશ્વથી અલગ રહી શકીએ નહી. જો વિશ્વથી અડગા રહીએ તો આપણા સપના પૂરા કરી શકીએ નહીં. એ સપના આ પ્રકારની સમિટ દ્વારા પૂરૂ થાય છે.

લોકો લાઇન લગાવીને આ સમીટ જોવા માટે ઉભા છે. તેમનામાં એક ઉત્સુકતા છે ચલો જોઇએ શું છે. આજે જોઇશું તો કાલે પામીશું. ગ્રામ અને તહેસીલમાં સમીટ દ્વારા પરિવર્તન લાવી શકાશે. આગ્રાને 200 દેશોના લોકો જોઇને જશે તો પણ આગ્રાના લોકોને ગર્વ નહી થાય. જ્યારે ગુજરાતમાં લોકોને લાગે છે કે 121 દેશોના લોકો આપણા મહેમાન છે. 121 દેશોનું અત્રે આવવું નાની અમથી વાત નથી, તેમને અહીંથી લગાવ થાય છે. તમે જોયું હશે કે દરેકનો પ્રયત્ન હોય છે 'નમસ્કાર' બોલવાની 'કેમ છો' બોલવાનો. કોઇ પેરામીટરથી માપી ના શકાય તેવી ઘટના આકાર લઇ રહી છે. હું માનું છું આ જે બોન્ડીંગ છે એ અમુલ્ય છે. જેનો કોઇ તોડ નથી. તેમણે અંગ્રેજીમાં કહ્યું 'ધીસ બોન્ડીંગ ઇઝ સ્ટ્રોંગર ધેન બ્રાન્ડીંગ'

આટલા ઓછા સમયમાં આ રાજ્યનું એક દેશ તરીકે ઉભરવું એ બહું મોટી વાત છે. આને એક બીજી નજરે જોવાની જરૂર છે. 24 કલાક નોનવેજ ખાનારા લોકોએ બે દિવસ સુધી ગુજરાતી ભોજન આરોગ્યું છે. બદલાતા વિશ્વની અંદર માથું ઉંચુ કરીને ચાલી શકે તેના માટે યુવાશક્તિને ઉભારવી પડશે. નાના મોટા પ્રયાસોથી અસરકારક પરિણામ લાવી શકાતું નથી તેના માટે મોટા ફલક પર આક્રમકતાથી કાર્ય કરવું પડશે.

કૃષ્ણએ હાથે કરીને માટી ખાધી અને મતા યશોદાએ જ્યારે તેમનુ મુખ જોયુ ત્યારે કૃષ્ણની શક્તિથી તેઓ પરિચિત થયા. આપણે શક્તિનો સાક્ષાત્કાર કરાવવાની જરૂર છે. હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયાના અલગ અલગ દેશોની યુનિવર્સિટીઓ અત્રે ભેગી થઇ હોય, અને તેમના યુવાનોના ભવિષ્યની બ્લ્યુ પ્રીન્ટ પ્રીન્ટ બનાવવાની ચર્ચા કરી. અને એ ઘટના મારા ગુજરાતમાં ઘટી ગઇ તેનો મને આનંદ છે. અમે જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યો છે અને 21મી સદી ભારતની રહેવાની છે.

મિત્રો આપણે આખા વિશ્વને જોઇએ છીએ કે આખું વિશ્વ ઘડપણ તરફ જઇ રહ્યું છે. આજે વિશ્વમા એક માત્ર ભારત એવો દેશ છે જે યુવાન છે. જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે તેમના સપનાને સાકાર કરવાની નેમ અપનાવવી જોઇએ. તેમણે સપનું જોયુ હતું કે મારી ભારતમાતા જગતગુરુના સ્થાને બિરાજમાન થઇ રહી છે. યુવાશક્તિએ આગળ વધવાની જરૂર છે. તેની ભુજાઓમાં સામર્થ્ય છે કે તે જગતની આકાંક્ષાઓ ને પરી કરી શકે. આપણે સ્કીલ મેન પાવર પર ભાર મૂક્યો છે. હું યુકેના ડેલિગેશન સાથે વાત કરી રહ્યો હતો. તમને દસ વર્ષ બાદ શું જોઇએ તેનું લીસ્ટ બનાવો અને મને કો અમે તેની પૂર્તી કરીશું. મારું સપનું એ છે કે મારા ત્યાથી ટીચર એક્સપોર્ટ થાય. ટીચરની માંગ છે અને આપણી પાસે નવજવાનો છે. વિચારશક્તિ બદલવાની જરૂર છે. દુનિયા સાથે બેસીને વિચાર કરીને આગળ વધવાની કોશિશ કરી છે. આને હું સૌથી સફળ ઇવેન્ટ માનું છે. 2003 વખતે કુલમળીને જેટલા લોકો આવ્યા હતા તેના કરતા ચાર ઘણા લોકો માત્ર વિદેશથી આવ્યા છે. આટલી મોટી વ્યવસ્થા ઉભી કરવા સાથે જોડાયેલા લોકોની આવી ઉમંગ છે તો ગુજરાતના લોકોને શું અનુભુતિ થઇ શકે. અમે 2012માં પહેલી વાર મહાત્મા મંદીરમાં એગ્રીકલ્ચર અંગે કાર્યક્રમ કર્યો હતો. તેની સફળતા પરથી મને 2014માં પછી 2016માં પછી 2018માં એગ્રીકલ્ચર પર પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું. મારો ખેડુત સમજે અને વિકાસ કરે. અમે એગ્રીકલ્ચરમાં અલગ રીતે જવા માંગીએ છીએ.

થાઇલેન્ડના રાજદૂતે અથવાડીયામાં એક વખત ફ્લાઇટ શરૂ કરવાનું કહ્યું છે એ ત્રણવાર ના થાય તો જોજો. થાઇલેન્ડ અને ગુજરાતની બુદ્ધ સંસ્કૃતિથી જોડાઇશું. એજ રીતે શ્રીલંકા અને ગુજરાત, જાપાન અને ગુજરાત, એવી જ રીતે આખા એશિયા સાથે ગુજરાતને જોડવાનું સપનું છે. આ સમિટના માધ્યમથી જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શવાની કોશિસ કરી છે. ઉદ્યોગનો વિરોધ કરનારાઓને કહેવું છે કે મારા ખેડુતના કોટનને શા માટે વૈશ્વિક બજાર પૂરું ના પાડું એનો એ હકદાર છે. આ સમિટનો સૌથી મોટો સંદેશ એ છે કે વિશ્વના સમૃદ્ધ દેશો પણ આ પ્રકારની ચર્ચામાં છે. વિશ્વની ઇકોનોમી નબળી પડી છે. એવામાં આ સમિટ આખા વિશ્વને આર્થિકજગતમાં એક સામર્થ્ય પૂરું પાડવાનો સંદેશ આપે છે. વિવેકાનંદનના સપના પૂરા કરવા માટે અમે કટિબદ્ધ છીએ. દરેકનો આભાર માની મુખ્યમંત્રીએ સમાપન ભાષણ પૂરું કર્યું હતું.

English summary
Narendra Modi addresses at the closing ceremony of a fruitful Vibrant Gujarat Global Summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X