રિવરફ્રન્ટ પર લોકોએ મોદીની એક ઝલક માટે કરી પડાપડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સી પ્લેનથી સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ ઉડીને જશે. ત્યારે આવું કરનાર તે દેશના પહેલા વડાપ્રધાન બનશે. ત્યારે સી પ્લેનમાં બેસીને આજે તેમની આ યાત્રા શરૂ કરી. તેનો વીડિયો જુઓ અહીં. નોંધનીય છે કે મોદીના આ અનોખા પ્રયાસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ સાથે ઉમટી પડ્યા હતા. તેમાં ખાસ કરીને બાળકો અને વાલીઓએ મોદીના આ સી પ્લેનને ઉડતા જોવાનો નજરો મન ભરીને માણ્યો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ સી પ્લેનમાં બેસીને ધરોઇ ડેમ સરોવરમાં જશે. અને તે પછી તે ત્યાંથી રોડ માર્ગે અંબાજીના દર્શન કરવા જશે.
#WATCH LIVE: Prime Minister Narendra Modi travels from Sabarmati River in Ahmedabad to Dharoi Dam via sea plane https://t.co/eaTMyfEEzf
— ANI (@ANI) December 12, 2017
ઉલ્લેખનીય છે કે આ રીતે સી પ્લેનની યાત્રા કરનાર મોદી દેશના પહેલા વડાપ્રધાન છે. આ સી પ્લેન દ્વારા તે સાબરમતી રિવરફ્રન્ટથી ધરોઇ ડેમ સરોવર ખાતે હવાઇ સફર કરીને જશે. અને તે પછી રોડમાર્ગે અંબાજી જશે. તે પછી બપોરે 2:30 તે ધરોઇ ડેમથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરત ફરશે. આ માટે સ્પાઇસ જેટની કંપનીએ જાપાનની સેટોચી હોલ્ડિંગ્સ કંપનીની મદદથી આ સી પ્લેનના ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે પીએમ મોદીએ જણાવ્યું કે આમ યાત્રાથી ભવિષ્યમાં ટૂરીઝમને પણ લાભ થશે તેમ જાણવા મળ્યું છે.