For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરમતી રિવરફ્રન્ટ પર નરેન્દ્ર મોદીની હાજરીમાં પતંગોત્સવની રંગત

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 13 જાન્યુઆરી : આજે ઉત્તરાયણની પૂર્વ સવારે અમદાવાદ ખાતે આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર રંગબેરંગી નજારો જોઇને લોકો ખુશ થઇ ગયા હતા. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત પતંગોત્સવની મજા માણી હતી. આ પતંગ મહોત્સવનું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

પતંગ એ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ ઉડનારો થાય છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ માર્ચ પાસ્ટ કર્યું હતું. પતંગોત્સવમાં ભાગ લેનારા પતંગબાજોમાં સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, બોત્સવાના, બાંગ્લાદેશ, કેનેડા, ચીન, કંબોડિયા, ક્યુરાકાઓ, ડોમિનિકન રિપબ્લિક ઓફ કોંગો, એસ્ટોનિયા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, ફિજી, ધાના, બિસાવ, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, ઇઝરાઇલ, ઇટલી, આઇવરીકોસ્ટ, જોર્ડન, કેન્યા, ગુજરાતની લોકસંસ્કૃતિના દર્શન કરાવતા કલાકારો, લ્યુથાનિયા, મલેશિયા, મલાવી, મ્યાનમાર, નેધરલેન્ડ, ન્યુઝિલેન્ડ, નાઇજિરીયા, ફિલિપિન્સ, રશિયા, સિંગોપોર, સાઉથ કોરિયા, સ્પેન, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, સ્વીત્ઝરલેન્ડ, થાઇલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, યુક્રેન, યુગાન્ડા, યુએસએ, ઉઝબેકિસ્તાન, વિયેતનામ અને ઝિમ્બાબવે એમ 50 દેશોમા 100 જેટલા પતંગબાજોએ ભાગ લીધો છે.

દેશમાંથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળના 150થી વધારે પતંગબાજોએ પણ ભાગ લીધો છે.

આ પ્રસંગે અમદાવાદના મેયરે ક્લિન અમદાવાદનો અળિયાસોનો મેમેન્ટો મુખ્યમંત્રી અને મહાનુભાવોને આપ્યો હતો. ત્યાર બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. નરેન્દ્ર મોદીના પ્રવચન બાદ સેવા આવાસના બાળકોએ મહાનુભાવો અને ઉપસ્થિત જાહેર જનતા સમક્ષ ઉત્સવકૃતિ રજૂ કરી હતી.

અહીં નિહાળો વાઇબ્ર્ન્ટ ગુજરાત પતંગ મહોત્સવનો વીડિયો...

English summary
Narendra Modi Inaugurate Vibrant Gujarat Patangotsav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X