
રંગબેરંગી ફુગ્ગાઓ છોડીને મોદીએ કર્યું પતંગ મહોત્સવનું ઉદઘાટન
અમદાવાદ, 12 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2014નું ઉદગાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, તથા આનંદીબેન પટેલે હાજરી આપી હતી. આ પતંગ મહોત્સવ સાબરમતિ રિવરફ્રંટ ખાતે ત્રણ દિવસ સુધી ચાલશે.
આ પ્રસંગે પ્રવાસન મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે વર્ષના અંતે પણ ઉજવણી કરીએ છીએ અને વર્ષની શરૂઆતે પણ ઉજવણી કરીએ છીએ. તેમજ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ગુજરાતમાં વિદેશી આવાગમન વધ્યું છે અને રાજ્યના પ્રવાસન વિભાગને ઘણો ફાયદો થયો છે. પતંગ મહોત્સવના આયોજનના કારણે અત્યાર સુધી વ્યવસાય 500 કરોડ સુધી પહોંચી ગયો છે, તેમજ ગુજરાતના લોકોને રોજગાર મળ્યા છે. કાઇટ ફેસ્ટિવલના કારણે દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ ઉભી થઇ છે.
ત્યારબાદ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને નરેન્દ્ર મોદીએ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાયું હતું. ત્યારબાદ સરકારી શાળાના 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યું, જેને જોવું આહલાદ્દક લાગતું હતું. ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીનું વક્તવ્ય:
આજે સ્વામી વિવેકાનંદજીની જયંતિ છે તેમણે આધ્યાત્મિકતાના માર્ગે રાષ્ટ્રભક્તિનો પાઠ ભણાવ્યો હતો. દેશ અને દુનિયાના દરેક નવયુવાન માટે વિવેકાનંદજી એક મોટા પ્રેરણારૂપ છે. 39 વર્ષની નાના આયુષ્યમાં જીવન સમેટી લીધું પરંતુ આજે 150 વર્ષ બાદ પણ દેશની યુવા શક્તિ તેમનાથી પ્રેરણા લઇ રહી છે. ભગતસિંહ અને વિવેકાનંદ એવા પ્રેરણાસ્રોત રહ્યા છે જેમને જોઇને જ દેશની યુવા પેઢી પોતાનું માથું ઝૂકાવી દે છે.
2000 બાળકો દ્વારા કરાયેલ સૂર્યનમસ્કાર જોયું, આ એ બાળકો છે જે સરકારી શાળામાં ભળે છે અને ઝુપડપટ્ટીમાં જન્મેલા છે. અમે આ પતંગમહોત્સવ દ્વારા તેમની શક્તિનું પ્રદર્શન કર્યું છે. એટલે કે તેમને જો તક આપવામાં આવે તો તેઓ રાષ્ટ્રશક્તિમાં મહત્વનું ભૂમિકા ભજવી શકે છે.
આકાશમાં કાગળરૂપી ફૂલ મોકલીને સૂર્યનમન કરવાની આપણી પરંપરા છે. તેની પાછળ આર્થિક કારણ પણ જવાબદાર છે. આ પ્રવૃત્તિ દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. આપણું પ્રવાસ વિભાગ મજબૂત થાય છે.
પરંતુ વિશ્વની સરખામણીમાં ગુજરાત પ્રવાસન વિભાગમાં પાછળ છે. હિન્દુસ્તાનમાં હજી ઘણું કરવાનું બાકી છે. વિશ્વમાં ત્રણ ટ્રીલિયન ડોલરનું પ્રવાસન ક્ષેત્રનો આર્થિક કારોબાર છે અને તેમાંથી ખૂબ જ ઓછો ફાળો હિન્દુસ્તાનમાંથી જાય છે. સૌરભભાઇ કહી રહ્યા હતા કે દેશનું પ્રવાસન વિકાસ 7 ટકા છે જ્યારે ગુજરાતનું તેના કરતા ડબલ છે. અમે જ્યારે શરૂઆતમાં આ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા હતા ત્યારે અમારી ટીકા ખૂબ થઇ, પરંતુ અમારું માનવું હતું કે આનાથી ફર્ક પડશે અને ગરીબમાંથી ગરીબને પણ રોજગારી મળી રહેશે, અને તેવું બની રહ્યું છે.
દેશના દરેક રાજ્યમાં મકરસંક્રાંતિનો પર્વ જુદી જુદી રીતે મનાવવામાં આવે છે. હું દેશવાસીઓને મકરસંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અહીં એક નાટ્યકલા પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે, જે લોકો આ કાર્યક્રમ રજૂ કરશે તેઓને પરમાત્માએ તેમના શરીરમાં કોઇને કોઇ ખામી રાખી છે. પરંતુ તેમના હોસલા અને ઉમંગમાં કોઇ ખોટ આવવા દીધી નથી. હવે હું પણ પતંગ ઉડાવવાનો શોખ માણવા જઇ રહ્યો છું, નાનપણનો શોખ તમારા બહાને પૂરો કરી લઉ છું... આપ સૌને ઉત્તરાયણની શુભેચ્છા...
મોદીએ ઉદઘાટન દરમિયાન શું કહ્યું સાંભળો વીડિયોમાં...

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં છોડીને નરેન્દ્ર મોદીએ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2014નું ઉદઘાટન કરાયું હતું

વિદ્યાર્થીઓએ કર્યું સૂર્યનમસ્કાર
ત્યારબાદ સરકારી શાળાના 2000 વિદ્યાર્થીઓએ એક સાથે સૂર્યનમસ્કાર કર્યું, જેને જોવું આહલાદ્દક લાગતું હતું.

પરેડ યોજાઇ
ત્યારબાદ વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો દ્વારા પરેડ યોજવામાં આવી હતી.

પરેડ
પરેડમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ અને પતંગબાજોએ મોદીનું અભિવાદન ઝિલ્યું હતું.
મોદીનું અભિવાદન વીડિયોમાં સાંભળો...
International Kite Festival 2014