યુપીની જીત પછી મોદીની ખુશી અમદાવાદમાં વીડિયોમાં દેખાઇ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના મીડિયા સેન્ટરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહિલા કાર્યકર્તાઓ જોડે વાત કરી. ઉલ્લેખનીય છે કે ભાજપને યુપીના સ્થાનિક ચૂંટણી જીત મળી છે. તે પછી પીએમ મોદીની આ વીડિયો કોન્ફર્ન્સમાં મોદીનો ગુજરાતમાં ભાજપની જીતનો વિશ્વાસ વધ્યો હોય તેમ સ્પષ્ટ દેખાણું હતું. આ વીડિયો કોન્ફર્ન્સમાં મોદીએ કહ્યું કે આપણા વિરુદ્ધ જુઠ્ઠાણાં ચલાવવામાં આવે છે. પણ મતદાતાઓમાં કોઠાસુઝ સારી છે. સાથે જ તેમણે આ પ્રસંગે ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષા માટે જે પગલા લેવામાં આવ્યા છે તે પણ ગણાવ્યા.

bjp mahila worker

તેમણે કહ્યું કે ત્રિપલ તલાક હોય કે મહિલાઓની સુરક્ષાની ભાજપ હંમેશા મહિલાની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ તેમણે મહિલાઓ દ્વારા ભાજપને જીતાડવા માટે ચૂંટણી વખતે જે મહેનત કરવામાં આવી છે તેને બિરદાવી હતી. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પછી કોંગ્રેસ ક્યાં નહીં દેખાય. આવા લોકો તો આવતા જતા રહે તેમના ભરસો આપણે ગુજરાતને એકલું ના મૂકી શકીએ. તો બીજી તરફ મહિલા નેતાઓએ પણ પીએમ મોદીના આ અનોખા અભિગમ અને તે દ્વારા તેમની મહેનતને બિરદાવવા માટે ખુશી વ્યક્ત કરી હતી. 

English summary
Prime Minister Narendra Modi interacts with BJP’s women’s wing workers in Gujarat through the Narendra Modi application.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.