• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી વિકાસ પુરુષ નહીં પણ લોહી પુરુષ છે : મણિશંકર અય્યર

|
Google Oneindia Gujarati News
પોરબંદર, 10 નવેમ્બર: કોંગ્રેસે ગુજરાતમાં ભાજપને ધોબી પછાડ આપવા માટે આજથી 2 દિવસ માટે 20 સભાનું આયોજન કર્યું છે. જેમાં આજે યોજાયેલી દસ સભામાં કોંગ્રેસી નેતાઓએ મોદી બ્રિગેડ પર સીધા પ્રહારો કર્યા હતા.પોરબંદરની સભામાં અય્યરે જણાવ્યું હતું કે મોદીમાં હિમ્મત હોય તો મણિશંકર સામે લડીને બતાવે.

મણિશંકર અય્યરે મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી પોતાને વિકાસ પુરુષ કહેવડાવે છે, પરંતુ તેઓ વિકાસ પુરુષ નહીં પણ એક 'લોહી પુરુષ' છે.

અય્યરે મોદી પર અમેરિકાને લાભ કરી આપવાનો આરોપ લગાવતા જણાવ્યું કે મોદીએ પોતાની છાપ સુધારવા માટે અમેરિકન કંપનીને રોજના 25 હજાર ડોલર ચૂકવ્યા છે. જોકે બીજેપી નેતા બલબીર પુંજે જણાવ્યું હતું કે કોંગ્રેસી નેતા ગાળાગાળી પર ઉતરી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કર્યું હતું કે ' નરેન્દ્ર મોદીની સરખામણી વાંદરા સાથે કરવાથી ભારતીય જનતા પાર્ટીને માઠૂં કેમ લાગી રહ્યું છે? વાંદરાઓ તો રામના દૂત હતા. ભાજપને રામના દૂતથી આટલો વાંધો કેમ?'

English summary
Congress leader Mani Shankar Aiyar said Narendra Modi is blood man in gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X