For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી વહેલી યોજવા માટે યુપીએને લલકારતા મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 25 જુલાઇઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારને વહેલી ચૂંટણીયોજવા માટે લલકાર્યા છે. અમદાવાદમાં એક સમાચાર ચેનલના કાર્યક્રમ દરમિયાન મોદીએ કેન્દ્ર સરકાર અને કોંગ્રેસની આર્થિક નીતિઓ પર જોરદાર હુમલો કર્યો છે.

તેમણે કહ્યું કે, જો યુપીએ સરકાને પોતાની લોકપ્રિયતા પર વિશ્વાસ છે તો વહેલી ચૂંટણી યોજવાથી શા માટે ગભરાય છે, જો તેમનામાં હિંમત હોય તો યુપીએ સરકાર વહેલી ચૂંટણી યોજે અને પરિણામ જોઇ લે.

મોદીએ પોતાના આખા ભાષણમાં યુપીએ સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, આજે એવું લાગે છે કે, રૂપિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે નબળા પડવાની સ્પર્ધા ચાલી રહી છે. તેમણે કહ્યું કે, રૂપિયાની આ હાલત પાછળ યુપીએ સરકારની ખોટી આર્થિક નીતિઓ છે. મોદીએ કહ્યું કે, દેશમાં વિદેશ પાસેથી દેવું લેવાની શરૂઆત નેહરુંએ કરી હતી.

મોદીએ કહ્યું કે, આજે ભારતમાં રોકાણકારોને વિશ્વાસ ઓછો છે. ચિદમબરમ કહે છે કે લોકો સોનું ના ખરીદે, પરંતુ વિચારવા જેવી વાત એ છે કે લોકો સોનુ ખરીદવા માટે મજબૂર કેમ છે? તેમણે કહ્યું કે, આજે આર્થિક નીતિઓ કંઇક એવી છે કે લોકોને માત્ર સોનું અથવા રીયલ એસ્ટેટમાં રોકાણ સુરક્ષિત લાગે છે.

અટલ બિહારી વાજપાયીના નેતૃત્વવાળી એનડીએ સરકારના જોરદાર વખાણ કરતા મોદીએ કહ્યું કે, ત્યારે અર્થવ્યવસ્થા ટ્રેક પર હતી. ન્યૂક્લિયર ટેસ્ટ બાદ જે પ્રતિબંધો લાગ્યા હતા તેના પછી પણ મોંઘવારી કાબુમાં હતી. લોકોની બચત આજની સ્પર્ધાએ અનેક ગણી વઘારે હતી. તેમણે કહ્યું કે, ગત નવ વર્ષમાં યુપીએ સરકારે બધુ લુટાવી દીધું છે. એટલું જ નહીં આજે દેશને મોટા આર્થિક સંકટમા નાંખી દીધું છે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદન પૈસા ઝાડ પર નથી ઉગતાની ટીકા કરતા મોદીએ કહ્યું કે, જો સાચું નેતૃત્વ કરવામાં આવે તો પૈસા ઝાડ, કારખાના, માટી અને પરસેવામાંથી પણ ઉગાડી શકાય છે.

English summary
Mocking at the UPA government over speculation about early LokSabha elections, Gujarat Chief Minister NarendraModi today wondered how it can decide it is "indecisive" on various fronts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X