For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની ટીમ જાહેર, ખાતાની વહેંચણી કરાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 ડિસેમ્બર: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી-મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, કલાઇમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, સાયન્સટેકનોલોજી, તમામ નીતિઓ અને કોઇ મંત્રીઓને ન ફાળવેલ હોય તેવા તમામ વિભાગો અને બાબતો.

કેબીનેટ મંત્રીઓ:

નીતિનભાઇ પટેલ :નાણાં, આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર

શ્રીમતી આનંદીબેન મફતભાઇ પટેલ : મહેસુલ, દુષ્કાળરાહત, જમીન સુધારણા, પુનઃવસવાટ, પુનઃનિર્માણ, માર્ગ મકાન, પાટનગર યોજના, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ.

રમણલાલ વોરા : સામાજિક ન્યાય અને અધિકારીતા, (અનુ.જાતિઓનું કલ્યાણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહીત), રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.

ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા : શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અણ નાગરિક પુરવઠો, ગ્રાહકોની બાબતો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ,

સૌરભ પટેલ: ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ ખનીજ, કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ, લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા : વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, મહિલા અને બાળ કલ્યાણ, વૈધાનિક અને સંસદીય બાબતો

બાબુભાઇ બી. બોખીરીયા : જળ સંપત્તિ (કલ્પસર સિવાય) પાણી પુરવઠો, કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન

રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ

પુરુષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી : શ્રમ રોજગાર

પરબતભાઇ સવાભાઇ પટેલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર

શ્રીમતી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી: શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ

પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા : કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, ટુરીઝમ, દેવસ્થાન, યાત્રાધામ, વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ

લીલાધરભાઇ ખોડાજી વાઘેલા : પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ગૌ સંવર્ધન, સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ.

રજનીકાંત સોમાભાઇ પટેલ : ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી.

ગોવિંદભાઇ પટેલ : કૃષિ, અણ અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો, વન અને પર્યાવરણ

નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી : પાણી પુરવઠો, જળસંપત્તિ (કલ્પસર સિવાય) ,

જયંતીભાઇ રામજીભાઇ કવાડીયા : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ

English summary
The first cabinet meeting of the newly-appointed ministers, which will take place on Saturday at Gandhinagar, is likely to discuss three main agendas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X