ગણતંત્ર પરેડ નિમિતે PM મોદીના ભાઇ કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
26મી જાન્યુઆરીને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દેશમાં ગણતંત્રદિનની ઉજવણી ને લઇ દિલ્લી ખાતે તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પંકજ મોદી ગુજરાતનું પ્રતિનિધ્વ કરશે તેવા સમાચાર છે. પંકજ મોદી સૂચના વિભાગના વરિષ્ટ અધિકારી છે અને તેઓ દિલ્લીની મુલાકાતે છે મહત્વનું છે કે તેઓ ગણતંત્ર દિવસ નિમિતે પરેડ દરમ્યાન ગુજરાત ટીમનું પ્રતિનિત્વ કરશે.
ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક વારસાની ઝલક પણ હશે
ખાસ કરીને પાટણની રાણીની વાવ અને મહિલાની પ્રતિમા હશે
ગણતંત્ર દિવસ નિમિતે ગુજરાતની ટીમ દિલ્લી આવી છે અને ખાસકરીને આ ટીમમાં વડાપ્રધાન નરેન્દ્ર મદીના ભાઇ પંકજ મોદી પણ છે. જોકે બુધવારના રોજ પંકજ મોદીએ આ બાબતે મીડીયાથી વાત કરી હતી.
તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતની ઐતિહાસિક વિરાસત અને સાંસ્કહતિક વારસાની અનોખી ઝલક જણ જોવા મળશે તેમજ મુખ્ય ભાગમાં પાટણની રાણીકી વાવ અને તેની સામે આ વિસ્તારની પટોળા સાડીમાં સજ્જ એક મહીલાની પ્રતિમાં મુકવામાં આવશે. અમને ખુબજ આનંદ છે કે રાજપથ ખાતે આપણી સંસ્કૃતિ પ્રદર્શિત કરવામાં આવશે.
વધુમાં જાણવા મળ્યું છે કે બુધવારે દિલ્હીના કેન્ટ વિસ્તારમાં મીડિયાની સામે રિપબ્લિક ડે પરેડ પૂર્વે રિહર્સલ કરવામાં આવી હતી.
ગુજરામાં આવે પાટણ શહેરમાં રાણકી વાવ એ પ્રસિદ્ધ વાવડી છે.
રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં તેના પતિ રાજા ભીમદેવ -1 ની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. 2014 માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કર્યું છે.
ગુજરાતના એક અધિકારીએ જણાવ્યું હતુ કે પંકજ મોદી ગુજરાતમાં સુચના અધિકારી છે અને આ કારણે તેઓ ટીમ લીડર તરીકે દિલ્લી આવેલ છે તેમજ આ ગ્રુપના એક અધિકારીએ કહ્યુ હતુ કે પંકજભાઇ અમારા પ્રધાનમંત્રીના ભાઇ છે. તેઓ 26મી જાન્યુઆરીના રોજ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અમને ખુબ આનંદ થાય છે કે આ પરેડમાં હિસ્સો બનવાનો મોકો મળ્યો છે જેમાં અમે ખુબ ઉત્સાહથી આ રિહર્સલમાં ભાગ લઈ રહ્યા છીએ. અમે રાજપથ ખાતે પરેડની રાહ જોઈ રહ્યા છીએ