For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 2013માં ચાલ્યો 'મોદી મેઝિક', બન્યા સૌથી મોટા ન્યૂઝમેકર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું નામ હંમેશા સમાચારોમાં રહે છે. વર્ષ 2013 સંપૂર્ણપણે મોદીના નામે રહ્યો. મોદીના સમાચારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. મોદીએ 2014ના લોકસભા ચૂંટણી માટે એક જોરદાર અભિયાન ચલાવ્યું છે. ત્યારબાદથી દેશમાં રાજનૈતિક જોશનો સંચાર ચરમસીમા પર જોવા મળ્યો છે.

મોદીના મેઝિકની જ અસર રહી છે કે લોકો તેમની કટ્ટર છબિને ભૂલાવીને તેમને પસંદ કરવા લાગ્યા છે. 2002ના ગુજરાત રમખાણોએ નરેન્દ્ર મોદીનો હજી સુધી પીછો છોડ્યો નથી, પરંતુ મોદીના જાદુના સામે લોકો તેને પણ ભૂલી ગયા છે. માત્ર નમો..નમો...ના સૂત્રોચ્ચાર જ સંભળાય છે.

આ વર્ષે નરેન્દ્ર મોદી જે કારણોથી સમાચારોમાં છવાયેલા રહ્યા તેમાં એસઆઇસી દ્વારા મોદીને ગુજરાત રમખાણ મામલામાં ક્લીન ચિટ આપ્યા બાદ ઝાકિયા જાફરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં લગાવવામાં આવેલી અરજી છે. જેના કારણે મોદી હંમેશા સમાચારોના હેટિંગ બનતા રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીના પગલે મોદીની વિશાળ રેલીઓ પણ સમાચારોમાં ચર્ચાના મુદ્દા બની રહી. મોદીની રેલીઓમાં ઉભરતી ભીડ તેમને છાપામાં સ્થાન અપાવતી રહી છે. મોદીની આકર્ષક બોલી લોકોને તેમને સાંભવા માટે મજબૂર કરે છે. લોકો તેમને સાંભળ્યા વગર રહી નથી શકતા. એટલું જ નહીં મોદી જે અદા અને આનંદથી તેમના વિરોધીઓ પર હુમલો કરે છે તેને જોઇને સૌ કોઇ અચંબિત થઇ જાય છે.

તેમની પર લાગાવવામાં આવતા આરોપ પણ તેમને છાપામાં સારું એવું કવરેજ પૂરું પાડે છે. મોદી પહેલાથી જ નેગેટિવ પબ્લિસિટીથી જાણીતા છે. મોદીની લોકપ્રિયતાની સાથે સાથે તેમની પર વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપોના કારણે તેઓ છાપાની હેડલાઇન બનતા રહ્યા છે, ઉપરાંત અન્ય ઘણા કારણો છે જેનાથી મોદી ન્યૂઝમેકર બની ગયા છે.

મોદીની ગુજરાતમાં હેટ્રીક...

મોદીની ગુજરાતમાં હેટ્રીક...

નરેન્દ્ર મોદીએ 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હેટ્રીક મારીને ફરી સત્તા સંભાળી, ત્યારથી જ તેઓ લોકોમાં વધુ લોકપ્રિય અને મીડિયાની નઝરમાં આવી ગયા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પાછું વળીને જોયું નથી. આજે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013

ડિસેમ્બર 2012માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ અને તેના પરિણામો આવ્યા. અને જાન્યુઆરી 2013માં મોદી સરકારે વાઇબ્રન્ટ ગુજરાત 2013નું સફળતાપૂર્વક આયોજન કર્યું. મોદીએ સમિટના ઉદઘાટન સમારંભમાં જણાવ્યું હતું કે અમે એ વાતનો ખ્યાલ પણ ન્હોતો કે અમારી સરકાર બનશે. અમે આટલા ઓછા સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013નું આયોજન કરી બતાવ્યું છે.

મોદી માટે લાગ્યા PM..PM..ના નારા

મોદી માટે લાગ્યા PM..PM..ના નારા

મોદીની હેટ્રીક બાદ લોકો તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવા લાગ્યા અને મોદી જ્યાં પણ જતા ત્યાં લોકો મોદી...પીએમ..પીએમના સૂત્રોચ્ચાર લાગતા હતા.

પ્રચાર સમિતિના અધ્યક્ષ

પ્રચાર સમિતિના અધ્યક્ષ

મોદીની લોકપ્રિયતાના પગલે તેમને પાર્ટીમાં ખાસ સ્થાન આપવામાં આવ્યું. ગોવામાં મળેલી પાર્ટીની કાર્યકારીણી બેઠકમાં મોદીને લોકસભા ચૂંટણીની પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

અડવાણી રિસાયા

અડવાણી રિસાયા

મોદીની લોપ્રિયતા અને તેમને પાર્ટીમાં પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાના પગલે લાલકૃષ્ણ અડવાણી રિસાઇ ગયા હતા અને તેમણે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દીધા હતા. બાદમાં તેમણે રાજીનામા પાછા લીધા હતા.

જેડીયૂએ ભાજપ સાથે સંબંધ તોડ્યો

જેડીયૂએ ભાજપ સાથે સંબંધ તોડ્યો

મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાને પગલે જેડીયૂએ ભાજપા સાથેનું ગઠબંધન તોડી નાખ્યું હતું.

વડાપ્રધાન પદના ઉમેદવાર

વડાપ્રધાન પદના ઉમેદવાર

ધીરે ધીરે મોદીની લોકપ્રિયતામાં વધારો થતો ગયો અને દેશના યુવાનો તેમને વડાપ્રધાન તરીકે જોવા લાગ્યા. લોક દબાણના પગલે પાર્ટી હાઇકમાન્ડે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા. જોકે આના પગલે અરુણ જેટલી, સુષમા સ્વરાજ, એલકે અડવાણી વગેરે દિગ્ગજ નેતાઓ નારાજ હોવાના સમાચારોએ પણ અખબારોના પાના ભર્યા હતા.

ચાર રાજ્યોમાં જીતનો જશ મોદીને

ચાર રાજ્યોમાં જીતનો જશ મોદીને

તાજેતરમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી, જેમાં મોદીએ જોરદાર પ્રચાર પ્રસાર કર્યો હતો. મોદીની લહેરના પગલે ચાર રાજ્યોમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી. જ્યારે દિલ્હીમાં સૌથી મત મેળવી મોટી પાર્ટી તરકે ઉભરી આવી હતી. રાજનાથ સિંહે જીતનો જશ મોદીને આપ્યો હતો.

જાસૂસી કાંડ

જાસૂસી કાંડ


ગુજરાતમાં થયેલા કથિત મહિલાના આર્કિટેક્ટના જાસૂસી કેસમાં મોદી અને તેમના ખાસ અમિત શાહનું નામ છાપાના હેડિંગમાં આવતુ રહ્યું છે. આ ઘટના અંગે તપાસ પંચ નિમવાની મંજૂરી કેન્દ્રીય મંત્રીમંડળે આપી દીધી છે.

2002ના રમખાણના મુદ્દે ક્લીન ચિટ

2002ના રમખાણના મુદ્દે ક્લીન ચિટ

સુપ્રીમ કોર્ટે નીમેલી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ મળી હતી. પરંતુ ઝાકિયા જાફરીએ તેને અમદાવાદની મેટ્રોપોલિટીન કોર્ટમાં પડકારી હતી. અમદાવાદની કોર્ટે પણ મોદીને મોટી રાહત આપી દીધી છે.

English summary
After emerging as NDA's prime ministerial nominee, Gujarat Chief Minister Narendra Modi embarked on a spirited campaign for 2014 Lok Sabha elections creating political enthusiasm in this business-oriented state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X