For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: મોદી માણી રહ્યા છે સફેદ રણની ગુલાબી ઠંડી

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કચ્છના પ્રવાસે છે. જ્યાં તે ત્રણ દિવસની ડીજી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે. વડાપ્રધાન આ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. સાથે જ કચ્છના રણની ગુલાબી ઠંડીની મઝા માણી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પોલીસને લગતી એક વેબસાઇટને પણ લોન્ચ કરી હતી.

નોંધનીય છે કે આ પહેલા પણ 90 વખત કચ્છ આવેલા મોદી તેવા પહેલા વડાપ્રધાન છે જેમણે ખાસ સફેદ રણમાં આટલા લાંબા સમયગાળા સુધી રોકાણ કર્યું હોય. જો કે સફેદ રણને પ્રવાસન સેન્ટર તરીકે પ્રમોટ કરવામાં પણ મોદીનો બહુ મોટા હાથ છે તે વાત સૌ કોઇ જાણે છે.

શુક્રવારે, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ આ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. શનિવાર સાંજે વડાપ્રધાન તમામ ડીજી અધિકારીઓ સાથે ડિનર કરશે. સાથે જ મહિલા સુરક્ષા જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આજે કોન્ફરન્સમાં પાવરપોઇન્ટ પ્રેજન્ટ્રેશન થશે અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યારે રણની મઝા માણી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેટલીક ખાસ તસવીરો જુઓ અહીં...

મોદીએ પડાવી તસવીર

મોદીએ પડાવી તસવીર

ડીજી કોન્ફરન્સના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કોન્ફરન્સમાં હાજર તમામ ડીજી અધિકારીઓ સાથે ફોટોસેશન કરાવ્યું હતું.

રાજનાથએ કરી સભાને સંબોધિત

રાજનાથએ કરી સભાને સંબોધિત

તો ડીજી કોન્ફરન્સનું ઉદ્ધાટન કરતા ગૃહ પ્રધાન રાજનાથ સિંહ કહ્યું કે પોલિસ પાસે ગરીબ અને નબળો વર્ગ જતા અચકાઇ નહીં તેવી પોલિસની કામગિરી થવી જોઇએ.

મોદીએ કર્યા કચ્છના રણના વખાણ

મોદીએ કર્યા કચ્છના રણના વખાણ

ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણઉત્સવમાં પ્રવાસીઓના વધારાના વખાણ કરતા કહ્યું કે હવે આખો દેશ કચ્છ તરફ જોઇ રહ્યો છે. મોદીએ શુક્રવારે ઇવનિંગ વોક સાથે સફેદ રણમાં સૂર્યાસ્તની પણ મઝા માણી.

વેબસાઇટ કરી લોન્ચ

વેબસાઇટ કરી લોન્ચ

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ પોલિસ વિભાગની વેબસાઇટ પણ લોન્ચ કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ

સાંસ્કૃતિક કાર્યક્રમ
શુક્રવારે, ડીજી કોન્ફરન્સની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડર સુરક્ષા દળ દ્વારા યોજવામાં આવેલા ખાસ ઊંટ શો અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મઝા માણી હતી.

English summary
Narendra Modi Visit Kutch For DB Meet. Here are some pictures of his visit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X