• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશને ભ્રષ્ટાચારી શાસકોથી મુક્ત કરવાનો સમય પાકી ગયોઃ મોદી

|

ગાંધીનગર, 26 ઑગસ્ટઃ ગુજરાતના મુખ્યમત્રી નરેન્દ્ર મોદીએ નવરચિત અરવલ્લી જિલ્લામાં યોજાયેલા અભિવાદન સમારોહમાં ગુજરાતના તમામ શહેરોમાં આંતરિક રીતે વિકાસમા પાછળ રહી ગયેલા વિસ્તારોને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરાશે એવો નિર્દેશ આપ્યો હતો. મુખ્યેમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પરથી દેશની જનતાનો ભરોસો ઉઠી ગયો છે, ત્યારે ગુજરાત સરકાર પર જનતાનો અપાર ભરોસો છે, કારણ કે જનતાને વિકાસ નરી આંખે દેખાય છે. એટલે જ જનતાએ આ રાજ્ય સરકાર ઉપર ત્રણ-ત્રણ વાર અપાર પ્રેમ વરસાવ્યો છે. વિકાસ જ આ સરકારનો મંત્ર છે અને એમાં વિરામને કોઇ સ્થાય નથી.

રાજ્યમાં આઝાદી પર્વના પાવન અવસરે સાત નવા જિલ્લાઓ વિધીવત શરૂ થઇ જતાં જિલ્લાઓમાં જનતા જનાર્દનમાં ભારે ઉત્સાહ-આનંદનું વાતાવરણ સર્જાયું છે. મુખ્યમત્રીએ પ્રત્યેક નવા જિલ્લાના મુખ્યમથકે જઇને જનતાનુ અભિવાદન કરવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. શનિવારે નવા મોરબી જિલ્લાનમાં અભિવાદન પછી આજે રવિવારે નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાંથી નવરચિત અરવલ્લી જિલ્લાની જનશક્તિનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે મોડાસામાં અભૂતપૂર્વ જનઉત્સલવનું વાતાવરણ હતું. નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યુ સન્માન સમાજના તમામ વર્ગોમાંથી આવેલા અગ્રણી-પ્રતિનિધિઓએ, સમાજસેવી સંસ્થા ઓએ કર્યું હતું. નવરચિત અરવલ્લી જિલ્લામાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકાનો સમાવેશ થયો છે. જેની કુલ જનસંખ્યા ૧૦.૨૭ લાખથી અધિક છે અને ૬૭૬ ગામો તથા ૩૦૬ ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવ્યાક છે.

અરવલ્લી જીલ્લો સામર્થ્યયવાન અને શક્તિવાન બની રહેવાનો છે તેવો વિશ્વાસ વ્યુકત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બુધ્ધ ભગવાનના પવિત્ર અવશેષોની વિરાસત અને શામળાજી-કાળીયા ઠાકોરની આધ્યાત્મિક વિરાસત એવા આ અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ આદિવાસી શિક્ષિત જનસમાજ છે. આ અરવલ્લીગિરિમાળાના સૌથી વધુ આદિવાસી જવાનિયા દેશની સેવા માટે સેનામાં જોડાય છે.

દેશને ભ્રષ્ટાચારી શાસકોથી મુક્ત કરવાનો સમય પાકી ગયો

દેશને ભ્રષ્ટાચારી શાસકોથી મુક્ત કરવાનો સમય પાકી ગયો

દેશમાં પ્રધાનમંત્રી પદનું ગૌરવ હણી નાખવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રીપદની ગરિમા નબળી પડતાં નીચેના સ્તારે અને પાછલી સીટો પર બેસીને ભ્રષ્ટાચાર અને સત્તાની ભાગબટાઇ તથા ભોગવટાના કારસ્તાનો ચાલી રહ્યા છે. આ દૂર્દશા માટે કોણ જવાબદાર છે ? ગુજરાતના નાગરિકો અને જવાનોએ ભ્રષ્ટાચાર સામે ૧૯૭૪માં નવનિમાર્ણ આંદોલન ચલાવી તત્કાલિન સરકારના ઝુલ્મો-અત્યાચારો ઝીલીને પણ ભ્રષ્ટ શાસકોને ફેંકી દીધા હતા. હવે આ જ મિજાજથી હિન્દુાસ્તાનને ભ્રષ્ટાચારી શાસકોથી મુક્ત કરવાનો સમય પાકી ગયો છે. સત્યના પગલે ચાલીને આપણે જાનની બાઝી લગાવીશું તો આપો આપ પરિવર્તન લાવી શકીશું. દેશ અંધકારમાં ડૂબી ગયો છે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ગુજરાતના નવનિર્માણના આંદોલનમાંથી પ્રેરણા લઇ ભ્રષ્ટાચારી શાસકોથી ભારતને મુક્ત કરવા યુવાનોને અને જનતાને પ્રેરક આહવાન કર્યું હતું.

ગુજરાતના જયજયકાર માટે રાત-દિવસ પુરુષાર્થ

ગુજરાતના જયજયકાર માટે રાત-દિવસ પુરુષાર્થ

અમારી સરકાર પોતાના જયજયકાર માટે નહીં પણ ગુજરાતના જયજયકાર માટે રાત-દિવસ પુરુષાર્થ કરી રહી છે અને તેથી જ દેશના ખૂણે ખૂણે ગુજરાતના વિકાસનો જયજયકાર અને ગૌરવ થઇ રહ્યા છે એમ નરેન્દ્રા મોદીએ જણાવ્યું હતું. જનતાને જેટલો વિકાસનો સંતોષ છે એ અમારે મન વિકાસની શરૂઆત જ છે, અને ગુજરાતને એવી ઉંચાઇ ઉપર લઇ જવું છે જે દુનિયાનું ગૌરવ બને એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

 વિકાસ એ ચૂંટણીઓ જીતવાનો મુદ્દો નથી

વિકાસ એ ચૂંટણીઓ જીતવાનો મુદ્દો નથી

અમારે મન વિકાસ એ ચૂંટણીઓ જીતવાનો મુદ્દો નથી જ નથી. વિકાસથી સામાન્યમાં સામાન્ય માનવીના જીવનધોરણને ઉંચુ લાવવું છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

જનતાએ તો આ સરકારને ડીસ્ટીંક્શન માર્કથી પાસ કરી

જનતાએ તો આ સરકારને ડીસ્ટીંક્શન માર્કથી પાસ કરી

ડીસેમ્બાર - ૨૦૧૨માં ગુજરાતની જનતાએ તો આ સરકારને ડીસ્ટીંક્શન માર્કથી પાસ કરી દીધી છે. હવે ૨૦૧૪માં કેન્દ્ર૨ની સરકારે દેશની જનતાને હિસાબ આપવાની પરીક્ષાની ઘડી આવી પહોંચી છે. ગુજરાતમાંથી વાળી-ચોળીને સાફ કરી દીધાં છે. હવે દેશની જનતા આ અવસરની રાહ જોઇ રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

સરદાર પટેલને ભૂલાવી દેવાનો કારસો રચાયો હતો

સરદાર પટેલને ભૂલાવી દેવાનો કારસો રચાયો હતો

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ દેશમાં યોજનાપૂર્વક સરદાર પટેલને ભૂલાવી દેવાનો કારસો રચાયો હતો પણ ગુજરાત કયારેય આવા કારસાને સફળ નહીં થવા દે અને એટલે જ ગુજરાતમાં સરદાર પટેલની ભવ્ય પ્રતિમા - "સ્ટેયચ્યુ ઓફ યુનિટી" નું નિર્માણ કરવાનું નકકી કરાયું છે. સરદાર પટેલ લોહપુરુષ ઉપરાંત કિસાનપુત્ર અને અખંડિતતાનું પ્રતિક હતા એટલે જ દેશના તમામ ગામોમાંથી ખેતીમાં વપરાયેલા લોખંડના ઓજારના ટૂકડા એકત્ર કરાશે અને તેને ઓગાળીને તેનો સરદાર સરોવર બંધના નિમાર્ણ સ્થાળે આકાર લેનારા આ પ્રોજેક્ટ માટે કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.

અરવલ્લી વિકાસમાં પોતાનું કૌવત બતાવશે

અરવલ્લી વિકાસમાં પોતાનું કૌવત બતાવશે

ભૂતકાળમાં મોડાસા-કપડવંજ રેલ્વેલાઇન માટે જબરજસ્ત જનઆંદોલન થયેલું તેનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રેલ્વેનલાઇન પછી તેની ઉપયોગીતા નગણ્ય થઈ ગઈ પરંતુ અરવલ્લી જિલ્લો દીર્ઘદ્રષ્ટા વ્યવસ્થાપનનું એવું પગલું છે જે આગામી દશકમાં આદિવાસીઓ સહિત પછાત વર્ગોની કાયાપલટ કરી વિકાસમાં પોતાનું કૌવત બતાવશે. ગુજરાતનો સૌ પ્રથમ ખાનગી ક્ષેત્રનો પાંચ મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ મોડાસામાં ખડોદા ખાતે બન્યો હતો જે અરવલ્લી જિલ્લાનું ગૌરવ બની ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓએ ચોતરફ સંકટો નોંતર્યા

કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓએ ચોતરફ સંકટો નોંતર્યા

દેશમાં કેન્દ્ર સરકારની વહીવટી નિષ્ફળતાઓએ ચોતરફ સંકટો નોંતર્યા છે ત્યારે ગુજરાતમાં વહીવટી કાર્ય સંસ્કૃતિનું સશક્તિકરણ અને વિકેન્દ્રીકરણ કરી જનતાને વિકાસમાં ભાગીદાર બનાવી છે આ સંદર્ભમાં તાલુકાને વહીવટ અને વિકાસનું સક્ષમ એકમ બનાવવા "આપણો તાલુકો- વાઈબ્રન્ટ તાલુકો"નો પ્રોજેક્ટ શરુ કર્યો અને રાજ્યમાં પ્રાંત કચેરીઓ બમણી કરી ૧૦૨ પ્રાંત બનાવ્યા છે. તાલુકા-તાલુકા વચ્ચે વિકાસની સ્પર્ધા થઈ રહી છે એમ મુખ્યમત્રીએ જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં નરેન્દ્ર મોદીનું સંબોધન

અરવલ્લી જિલ્લામાં નરેન્દ્ર મોદીનું સંબોધન

English summary
On Sunday 25th August 2013 Narendra Modi visited the newly created Aravalli District, where he was felicitated by the people of the district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more