• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદીએ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી

|
narendra-modi
ગાંધીનગર, 1 જાન્યુઆરી : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના નાગરિકો અને સૌ કોઇને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. સર્વને શુભેચ્છા પાઠવતા પત્રમાં તેમણે આપણો દેશ પ્રગતિની નવી ઉંચાઈઓ સિધ્ધ કરે અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના અનુસાર ભારત જગતગુરુ બનવાની દિશામાં આગળ વધે એવી પ્રાર્થના કરવાનું જણાવ્યું છે. મુખ્યમંત્રીએ લખેલો પત્ર શબ્દશ: આ મુજબ છે.

પ્રિય મિત્રો,

આ સમય છે વિતેલા વર્ષને વિદાય આપીને નવા વર્ષનાં સ્વાગતનો. આજે જ્યારે વર્ષ 2012 વિદાય લઈ રહ્યુ છે અને દુનિયા વર્ષ 2013 ને આવકારી રહી છે ત્યારે હું આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવુ છું.

ઈશ્વરની કૃપા આપની ઉપર વરસતી રહે, આપના જીવનમાં શાંતિ, સમૃધ્ધિ, સ્વાસ્થ્ય અને ખુશીઓ આવે અને આપનાં પ્રત્યેક કાર્યોમાં આપને સફળતા મળે એવી અભ્યર્થના. દેશમાં શાંતિ અને સોહાર્દનું વાતાવરણ મજબુત બને એવી પ્રાર્થના!

ચાલો, આવનાર વર્ષમાં આપણો દેશ પ્રગતિની નવી ઉંચાઈઓ સિધ્ધ કરે અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના અનુસાર ભારત જગતગુરુ બનવાની દિશામાં આગળ વધે એવી પ્રાર્થના કરીએ.

ફરી એકવાર, વર્ષ 2013 આપના જીવનમાં આનંદનો ખજાનો લઈ આવે તેવી શુભેચ્છા પાઠવુ છું.

જય જય ગરવી ગુજરાત!

આપનો,

નરેન્દ્ર મોદી

English summary
Narendra Modi wishing all a happy wonderful 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more