For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરોડા પાટિયા કેસમાં 80 સાક્ષીઓના હસ્તાક્ષરની માંગ કરતી અરજીનો હાઈકોર્ટમાં નિકાલ

2002 માં ગોધરા રમખાણો બાદ થયેલા નરોડા પાટિયા હત્યાકાંડના 80 સાક્ષીઓના હસ્તાક્ષર માટે માંગણી કરનારી સંશોધન અરજીનો નિકાલ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

2002 માં ગોધરા રમખાણો બાદ થયેલા નરોડા પાટિયા હત્યાકાંડના 80 સાક્ષીઓના હસ્તાક્ષર માટે માંગણી કરનારી સંશોધન અરજીનો નિકાલ કરતી વખતે ગુજરાત હાઈકોર્ટે અંતિમ દલીલો દરમિયાન ટ્રાયલ કોર્ટ સમક્ષ તેમના કેસની દલીલ કરવા અરજદારોના હકો ખુલ્લા રાખ્યા છે.

guj hc

આરોપીઓના એક ગ્રુપે વર્ષ 2013 માં ટ્રાયલ કોર્ટના હુકમને પડકારતી એક સંશોધન અરજી હાઈકોર્ટમાં દાલ કરી હતી જેમાં 80 સાક્ષીઓને આરોપીઓમાં બદલવાની યાચિકા કરવામાં આવી હતી જે ફગાવી દેવામાં આવી હતી. જુલાઈ 2013 માં તત્કાલિન જજ જ્યોત્સના યાજ્ઞિકે બચાવ પક્ષના વકીલ ચેતન શાહ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.

નરોડા ગામ કેસમાં 82 આરોપીઓને ટ્રાયલનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં પૂર્વ ભાજપ મંત્રી માયા કોડનાની અને બાબુ બજરંગી પણ શામેલ છે જેના પર 11 મુસલમાનોની હત્યાનો આરોપ છે. આરોપીઓમાંના ચાર અશોક પટેલ, દિનેશ ઠાકુર, મહેશ પંચાલ અને નવીન કડિયાએ ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. 19 સપ્ટેમ્બરે હાઈકોર્ટના જજ આર પી ઢોલરિયાએ એ આધાર પર યાચિકા ફગાવી દીધી કે કેસ હવે દલીલોના તબક્કે પહોંચી ગયો છે અને એટલા માટે આ અરજી અરજીકર્તાઓના અધિકારોને અંતિમ દલીલો દરમિયાન પોતાના મતભેદો આગળ વધારવા માટે ખુલ્લી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ કાર્યકર્તા મહાકુંભમાં બોલ્યા પીએમઃ 'જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે'આ પણ વાંચોઃ કાર્યકર્તા મહાકુંભમાં બોલ્યા પીએમઃ 'જૂઠનું બવંડર રચવામાં આવી રહ્યુ છે'

જસ્ટીસ ઢોલરિયાએ આદેશમાં નોંધ્યુ કે, 'આ અદાલતે ધ્યાનમાં લીધુ છે કે અરજીકર્તાઓ એવા કેટલાક આરોપીઓ પણ છે જે નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. જેમણે ક્રિમિનલ પ્રોસેસની કલમ 319 હેઠળ અરજી કરેલ છે જેમાં 80 સાક્ષીઓએ આ ઘટનાને જોઈ છે અને ગુનામાં ભાગ લેવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે તેમને આરોપી તરીકે તેમને ગણવાની માંગ કરવામાં આવી હતી.

આદેશમાં વધુમાં કહેવામાં આવ્યુ છે કે, 'આ કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને આ અદાલતે કેસની ગુણવત્તામાં પ્રવેશ કર્યા વિના, હાજર અરજીકર્તાઓના અધિકારો અને વિવાદોને ખુલ્લા રાખ્યા હતા જેના આધારે અરજીને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હતુ. તેમજ અદાલતમાં અંતિમ દલીલો આગળ વધાર્યા બાદ સુનાવણી કરવામાં આવી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે કેટલાક સાક્ષીઓ અને પોલિસ સાક્ષીઓએ અદાલતમાં તેમના એક્ઝામીનેશન-ઈન-ચીફ અને ક્રોસ એક્ઝામિનેશનમાં પણ જણાવ્યુ હતુ કે જ્યારે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે 'બંને સમુદાયો વચ્ચે સામસામે પત્થરમારો અને એસિડ બલ્બ ફેંકવાની ઘટનાઓ બની હતી.'

આ પણ વાંચોઃ મહિલા PSI એ કોંગ્રેસ ધારાસભ્ય પર લગાવ્યો અભદ્રતાનો આરોપ, આયોગમાં કરી ફરિયાદઆ પણ વાંચોઃ મહિલા PSI એ કોંગ્રેસ ધારાસભ્ય પર લગાવ્યો અભદ્રતાનો આરોપ, આયોગમાં કરી ફરિયાદ

બચાવમાં દાવો કરવામાં આવ્યો હતો કે 24 સાક્ષીઓને આરોપી તરીકે લેવા જોઈએ અને અન્ય 56 સાક્ષીઓ જેમણે આ 24 સાક્ષીઓને પત્થરમારામાં મદદ કરી હતી તેમને પણ આરોપી તરીકે ગણવા જોઈએ. પંચનામાનો હવાલો આપતા બચાવપક્ષે એ પણ દાવો કર્યો કે હિંદુઓના ઘરોમાં ચોરીની ઘટનાઓ પણ બની હતી અને તેમની સંપત્તિને પણ નુકશાન કરવામાં આવ્યુ હતુ.

ફરિયાદ પક્ષ, સુપ્રિમ કોર્ટે નિયુક્ત કરેલ એસઆઈટીએ આ અરજીનો એમ કહીને વિરોધ કર્યો હતો કે આ ટ્રાયલમાં વિલંબ કરવા માટેની એક યુક્તિ માત્ર છે બીજુ કંઈ નથી. વળી, સાક્ષીઓ સામેના આરોપો વિશિષ્ટ નથી તેમજ પુરાવા વિનાના પણ છે.

English summary
Naroda Gam massacre: High Court disposes of accused’s plea seeking arraignment of 80 eyewitnesses
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X