For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્વેસ્ટર સમિટ ગુજરાત : વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી હતી, આ પ્રસંગે રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપેજ નીતિ લોન્ચ કરી હતી.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ગુજરાતમાં રોકાણકાર સમિટને સંબોધિત કરી હતી, આ પ્રસંગે રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપેજ નીતિ લોન્ચ કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન પહેલા વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસીને ભારતની વિકાસ યાત્રામાં "નોંધપાત્ર સીમાચિહ્ન" ગણાવી હતી.

pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટમાં લખ્યું કે, ઇન્વેસ્ટર સમિટ ગુજરાત શક્યતાઓની નવી તકોને અવકાશ આપે છે. હું અમારા યુવાનો અને સ્ટાર્ટ-અપ્સને આ કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરીશ. વાહન સ્ક્રેપિંગ પર્યાવરણને અનુકૂળ રીતે અયોગ્ય અને પ્રદૂષિત વાહનોને દૂર કરવામાં મદદ કરશે. અમારો ઉદ્દેશ એક વાઇબલ સર્ક્યુલર ઇકોનોમી બનાવવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્ક્રિેપિંગ નીતિથી રસ્તા પરના બિનઉપયોગી વાહનો હટાવી શકાશે. સ્ક્રિેપિંગ નીતિ કચરાથી કંચનની કડી છે. તો આવો વિકાસને પર્યાવરણને અનુકુળ બનાવીએ. સ્ક્રિેપિંગ નીતિથી રસ્તા પરના બિનઉપયોગી વાહનો હટાવવામાં મદદ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જૂના વાહનોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર સ્ક્રેપ પોલિસી બનાવી રહી છે ત્યારે ગુજરાતમાં આ સ્ક્રેપ વાહનો માટેનો પ્લાન્ટ બનાવવામાં આવે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ પ્લાન્ટ કચ્છ અને ભાવનગરના અલંગમાં બનશે.

કચ્છમાં જૂના વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે. જૂના વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલઝિયમમાં લાગૂ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે જે કડલના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂના વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળોએ ભંગાર વાડા બનાવવામાં આવશે.

આ સાથે વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, ઇથેનોલ હોય, હાઇડ્રોજન ઇંધણ હોય કે ઇલેક્ટ્રિક ગતિશીલતાની સાથે ઉદ્યોગની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આર એન્ડ ડીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ઉદ્યોગોએ પોતાનો હિસ્સો વધારવો પડશે.

કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય મંત્રાલય દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારના કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વૈચ્છિક વાહન ફ્લીટ આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ હેઠળ વાહન સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે રોકાણને આમંત્રણ આપવા માટે ગુજરાત રોકાણકાર સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું આયોજન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

English summary
Prime Minister Narendra Modi addressed the Investors Summit in Gujarat on Friday, launching the National Automobile Scrapage Policy on the occasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X