For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ રાષ્ટ્રીય મેયર સંમેલનનો પ્રારંભ કરાવ્યો

ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના વરદ હસ્તે કરવામાં આવ્યો. મેયર સંમેલનમાં ભાજપ સાશિત રાજયોના મેયર અને ડે.મેયરઓ તેમના

|
Google Oneindia Gujarati News

ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર સંમેલનનો શુંભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના વરદ હસ્તે કરવામાં આવ્યો. મેયર સંમેલનમાં ભાજપ સાશિત રાજયોના મેયર અને ડે.મેયરઓ તેમના રાજયોમાં જે જે સારા કાર્યો કર્યા છે તે અંગે તેમજ શહેરી વિકાસમાં વધુ સારુ કાર્ય કેવી રીતે કરી શકાય તે માટે ચર્ચા કરવામાં આવશે. મેયર અને ડે.મેયરશ્રીઓને દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શન આપ્યું આ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

Bhupendra patel

આ કાર્યક્રમમાં ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, અમદાવાદ શહેરની પણ એક અલગ ઓળખ છે. સરદાર વલ્લભભાઇ પટેલે પણ અમદાવાદના મેયરનું નેતૃત્વ સંભાળ્યું હતું. અહીથી તેમની શરૂઆત થઇ અને દેશના પ્રઘાનમંત્રી પદ સુઘી પહોંચ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલે વર્ષો પહેલા જે મ્યુનિસીપલ કોર્પોરેશન ક્ષેત્રે જે કામ કર્યુ છે તેને આજે પણ બહુ સન્માન સાથે યાદ કરવામાં આવે છે. અંહી ઉપસ્થિત મેયરોએ પણ તેમના શહેરને તે સ્તર સુઘી લઇ જવાનો પ્રયાસ કરવાનો છે કે આવનારી પેઢી તમને યાદ કરે કે ભાજપના લોકો સત્તામાં આવ્યા પછી અહી પરિવર્તન આવ્યું છે.

પ્રધાનમંત્રી મોદી વધુમાં જણાવ્યું કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણીને ધ્યાને રાખી વિચાર કરીને કામ ન કરે. ચૂંટણીલક્ષી વિચારો થકી શહેરોનો વિકાસ ન કરી શકાય. આર્થિક ગતીવિધીઓના મહત્વપુર્ણ સેન્ટરના રૂપમાં શહેરોના પ્લાનિંગમાં આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શહેરોમાં અર્બનરાઇજેશન થતુ જ રહેવાનું છે, શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ શહેરોમાં કાર્યો કરવામાં આવે જેથી શહેરોમાં ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડકટ માટે જાણીતુ બને, શહેરોની અલગ ઓળખ બને તેનું ધ્યાન રાખવુ. શહેરોના પ્લાનિગનું પણ ડિસેન્ટ્રલાઇજેશન થવું જોઇએ. રાજય સ્તરે પણ શહેરોનું પ્લાનિગ થવું જોઇએ. આયોજનપુર્વક ટીઅર-2,ટીઅર-3 સીટીને ડેવલોપ કરવામાં આવે તો મહાનગરમાં જે દબાણ વધે છે તે ઓછુ થશે નાના શહેરોમાં રોજગાર વઘે તેવા પ્રયાસ કરવામાં આવે.

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું કે, શહેરના વિકાસ માટે ખર્ચ પણ મોટો થાય છે જેથી શહેરના લોકોને વિકાસ માટે થતા ખર્ચાની જાણ થવી જરૂરી છે. ગરીબ પરિવારના બાળકો માટે વર્ષમાં એક વાર પરિવાર સાથે સંમેલન કરવામાં આવે તેમના બાળકોના ટેલેન્ટને નિખારવામાં મદદ કરવામાં આવે. શહેરોની સમસ્યા સુઘારવા આપણે આપણી આદત બદલવી જરૂરી છે. નાગરીકોની જીવનશૈલીમાં પરિવર્તન કરવું જરૂરી છે. વીજળી બચાવવા, સ્વચ્છતા અંગે,પાણી બચાવવા,ટેકસ સમયસર ભરવા જાગૃતિ લાવવા નાગરીકોના સ્વભાવને બદલવા પ્રયાસ કરવામાં આવે. નાગરિકોમાં જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ઘા, રેલી, જુદા-જુદા સંમેલન કરવા જોઇએ. નવી પેઢી ને દિશા આપવાની જરૂર છે આપણે વિકસીત ભારત બનાવવાનું છે. ભાજપ સાશિત મેયરોનું કામ કાજ અલગ તરી આવવું જોઇએ.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીએ સંબોઘન કરતા જણાવ્યું કે, આ મેયર સંમેલનમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી નું માર્ગદર્શન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રઘાનનરેન્દ્રભાઇ મોદી નો જયારે પણ કોઇ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમય માંગ્યો છે ત્યારે વડાપ્રઘાનએ તેમના વ્યસ્ત સમયમાં પણ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શનથી પાર્ટીને નવી દિશા મળે છે, કાર્યકરોમાં ઉર્જાનો સંચાર થાય છે. ભારતીય જનતા પાર્ટી માત્ર સાશન કરવા સત્તા નથી સંભાળતું પરંતુ સત્તાના માધ્યમથી જનતા જનાર્દનની સેવા કરવાનો લક્ષ્ય છે.

English summary
National Mayor's Convention begins in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X