વડોદરામાં બનશે ભારતનું સૌથી પહેલું રેલ્વે વિશ્વવિદ્યાલય, વધુ જાણો
કેબિનેટે ભારતીય રેલ્વેનું પહેલું રાષ્ટ્રીય રેલ અને વિશ્વવિદ્યાલય એટલે કે એનઆરટીયૂની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે. આ પ્રતિષ્ઠિત સંસ્થાન ગુજરાત સ્થિત વડોદરામાં બનાવવામાં આવશે. અને રેલ્વે મંત્રાલય મુજબ વિશ્વવિદ્યાલય માનવ સંશાધન કૌશલ અને ભારતીય રેલ્વની ક્ષમતાનું નિર્માણ કરશે. મંત્રાલયે કહ્યું કે ભારતનું આ પહેલું રાષ્ટ્રીય રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય નવી રેલ્વેની સાથે જ ભારતીય રેલ્વે અને પરિવહન ક્ષેત્રે પણ મોટો બદલાવ લાવશે. રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દ્રષ્ટ્રિકોણ દ્વારા સરકાર વડોદરા, ગુજરાતમાં પહેલી રાષ્ટ્રીય રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય સ્થાપિત કરશે.
પીયૂષ ગોયલ
ગોયલે કહ્યું કે રેલ વિશ્વવિદ્યાલય ઉદ્યમિતાને આનાથી વેગ મળશે અને સાથે જ મોટા રોજગારના અવસરો પણ ઊભા થશે. સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી ખુદ આ વિશ્વવિદ્યાલય અને તેના વિકાસમાં રસ દાખવી રહ્યા છે. કેબિનેટ આ મંજૂરી ત્રણ વર્ષ પછી આપી છે. જૂન 2018માં વિદ્યાર્થીઓની પહેલી બેચ અહીં આવશે. એક સરકારી અધિકારીએ કહ્યું કે આ પોતાની રીતનું પહેલું વિશ્વવિદ્યાલય છે. જેનો ઉદ્ધેશ લાભકારી રોજગાર ઉપલબ્ધ કરવાનું છે.

વડોદરા
રેલ્વે મંત્રાલયે કહ્યું કે કંપની એક્ટ, 2013ની કલમ 8 હેઠળ ગૈર લાભકારી કંપનીનું નિર્માણ રેલ્વે મંત્રાલય કરશે. જે પ્રસ્તાવિત વિશ્વવિદ્યાલયની પ્રબંધક કંપની હશે. વડોદરામાં નેશનલ એકેડમી ઓફ ઇન્ડિયન રેલ્વેની હાલની જૂની પર તેના વિશ્વવિદ્યાલય બનશે. મંત્રાલય દ્વારા આ સંસ્થાને બનવા માટે નાણાંકીય સહાય કરવામાં આવશે. અને લગભગ 3000 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.