ઠાકોર સમાજનું ફરમાન, છોકરીઓને લગ્ન પહેલા મોબાઈલ નહિ, આંતરજ્ઞાતિય લગ્ન પર દંડ
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના સભ્યોએ કુંવારી મહિલાઓના મોબાઈલ ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવાનું ફરમાન જાહેર કર્યુ છે. આ સાથે જ આંતરજ્ઞાતિય લગ્ન કરનારા યુવાનોના માતાપિતા પર દંડ લગાવવાન વાત પણ કહી છે. રિપોર્ટ્સ મુજબ સમાજના એક નેતાએ મંગળવારે જણાવ્યુ કે જિલ્લીના દાંતીવાડા તાલુકામાં 12 ગામોમાં સમાજના વૃદ્ધોએ 14 જુલાઈના રોજ એક બેઠકમાં સર્વસંનતિથી આ ફરમાન જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાના સભ્ય અલ્પેશ ઠાકોર આ સમાજમાંથી જ છે.
ફોનવાળા ફરમાનમાં કંઈ ખોટુ નથીઃ કોંગ્રેસ ધારાસભ્ય
કોંગ્રેસ ધારાસભ્ય ગનીબેન ઠાકોરે કહ્યુ કે છોકરીઓને મોબાઈલ ફોન ઉપયોગ કરવા પર રોકવામાં તેમને કંઈ ખોટુ નથી દેખાતુ. તેમણે કહ્યુ કે છોકરીઓએ ટેકનિકથી દૂર રહેવુ જોઈએ અને અભ્યાસ પર ધ્યાન આપવો જોઈએ. બેઠકરમાં જાહેર કરેલ ફરમાન અનુસાર, 'કુંવારી મહિલાએ મોબાઈલ ફોન ન રાખવો જોઈએ. જો તેમને મોબાઈલ ફોન સાથે પકડવામાં આવે તો તેના માટે તેમના માતાપિતા જવાબદાર ગણાશે.' બેઠક દરમિયાન નેતાઓએ કહ્યુ કે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુવાનોના માતપિતાને 1.5 લાખ રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
લગ્ન વિશેના નિર્ણયનું સ્વાગતઃ અલ્પેશ ઠાકોર
દાંતીવાડાથી સમાજના એક નેતા સુરેશ ઠાકોરે કહ્યુ કે છોકરીઓ પર મોબાઈલ ફોનના ઉપયોગ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેથી તે અભ્યાસ પર ધ્યાન આપી શકે. આ ઉપરાંત લગ્ન સમારંભ પર અનાવશ્યક ખર્ચ ઓછો કરવાનુ પણ આ નિર્ણયોમાં શામેલ છે. આમાં ડીજે, ફટાકડા અને મોટીજાન પર રોકનું ફરમાન છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યુ કે તે લગ્નમાં અનાવશ્યક ખર્ચ રોકવાના નિર્ણયનું સ્વાગત કરે છે જેથી શિક્ષણ પર પૈસા ખર્ચી શકાય.
આ પણ વાંચોઃ 15 વર્ષના માસુમ બાળકે રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી