• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત નથી દેખ્યું તો કંઇ નથી દેખ્યુનો ભાવ વિશ્વમાં જગાવો: CM રૂપાણી

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છના સફેદ રણ-ધોરડો ખાતે યોજાઇ રહેલી પ્રવાસન-સાંસ્કૃતિક અને ખેલકૂદ મંત્રીશ્રીઓની ત્રિદિવસીય પરિષદનો પ્રારંભ કરાવ્યો હતો. ભારતભરના રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ, સચિવશ્રીઓ આ પરિષદમાં 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના વિષયવસ્તુ સાથે પ્રવાસન-સંસ્કૃતિ-ખેલકૂદના પારસ્પરિક વિનિયોગ માટે મંથન કરવાના છે.નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પરિષદને વીડિયો કોન્ફર્ન્સથી સંબોધી હતી. ભારતની યુવાશકિત, પ્રવાસન અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ બદલાતા પ્રવાહો સાથે આગવી ઓળખ આપવા માર્ગદર્શન આપ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે આપણને અન્ય દેશના પ્રવાસન સ્થળોની તો ખબર હોય છે, પણ આપણી આસપાસ રહેલા સાંસ્કૃતિક, પ્રાકૃતિક વારસાની ખબર હોતી નથી. આપણા બાળકો પણ તેનાથી અજાણ હોય છે. આવા પ્રવાસન સ્થળોને ઉજાગર કરવાની જરૂર છે. તેના કારણે એક રાજ્યના નાગરિકો બીજા રાજ્યના પ્રવાસન સ્થળો, તેનું લોકજીવન,ખાનપાન, રહેનસહેનથી વાફેક થશે. આપણે સૌએ સાથે મળી એક ભારત-શ્રેષ્ઠ ભારત અભિયાન થકી તમામ રાજ્યની વિશેષતાને વિશ્વના નકશામાં મૂકવાની જરૂર છે. વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશના લોકો પરસ્પરની વિશેષતા જાણે તો જ એક ભારત-શ્રેષ્ઠ ભારત બની શકશે.

તેમણે ઉત્કૃષ્ઠ સૂચન કરતા કહ્યું કે દેશનું એક રાજ્ય બીજા રાજ્ય સાથે સમજૂતી કરારો કરે અને તેમના રાજ્યના આવી વિરાસતોને છાત્રો, નાગરિકોને કલ્ચરલ એક્સચેન્જ તહેત જાણકારી આપે. એક રાજ્ય એવો દ્રઢ સંકલ્પ કરે કે તે પોતાના દસ પ્રવાસન સ્થળોને આંતરરાષ્ટ્રીય માનકો પ્રમાણે વિકસાવે અને આવી રીતે તમામ રાજ્યો કાર્ય કરે તો ભારત વિશ્વના પ્રવાસન નકશામાં ઉભરી આવશે. વડાપ્રધાનશ્રીએ એવો પણ સૂઝાવ વ્યક્ત કર્યો કે ભારતના રાજ્યોએ વધુ ટુરિસ્ટ ફ્રેન્ડલી બનવાની જરૂર છે.કોઇ એક સ્થળ ઉપર કોઇ ચોક્કસ દેશના પ્રવાસીઓ આવતા હોય તો તેને અનુકૂળ ભૌતિક વ્યવસ્થાઓ ઉભી કરવી જોઇએ.

વિદેશના લોકોની પ્રવાસન માનસિક્તા અંગે પણ સર્વેક્ષણ કરવા જોઇએ. કોઇ એક દેશના લોકોને હેરિટેઝ ડેસ્ટીનેશન વધુ પસંદ હોય તો ત્યા આપણા આવા પ્રવાસન સ્થળોના કેમ્પેન કરવા જોઇએ. પ્રવાસીને અનુરૂપ ભાષા, સાહિત્ય, વેબ જેવીસ નાની નાની પણ મહત્વની બાબતો અંગે પણ બદલાવ લાવવો જોઇશે. પ્રવાસન સ્થળોમાં ભૌતિક સુવિધાઓ તો આપવામાં આવી રહી છે, પણ હવે માહોલ બનાવવાની જરૂર છે. રાજ્ય પોતાની વિશેષતાને ઓળખી તેનું બ્રાંડિંગ કરે તે જરૂરી છે.

તેમણે શ્રમનો મહિમા ફરી પ્રતિપાદિત કરવાનું આહ્વાન કર્યું હતું અને કહ્યું કે યુવાશક્તિમાં શ્રમની મહત્તા સ્થાપિત કરી તેમને રાષ્ટ્રના નિર્માણના મહાકાર્યમાં લગાવવાની જરૂર છે. વડાપ્રધાનશ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો વધુ સંકલનથી કામ કરી રહ્યા છે. આપણે શું કાર્ય કરી રહ્યા છીએ એ બાબત સમજવાની જરૂર છે. દુનિયા કેવી રીતે બદલી રહી છે, તે જોઇ તેની સાપેક્ષે આપણે ક્યા છીએ તેનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વિશ્વ આખાને કચ્છના સફેદ રણની ઓળખ થઇ તેના દ્રષ્ટાંતો આપતાં કહ્યું કે, પ્રવાસનની જે ખૂબીઓ દુનિયાની નજરમાં અનદેખી હતી તેને મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન શ્રી નરેન્દ્રભાઇએ પ્રવાસન તોરણ-ટુરિઝમ ડેસ્ટીનેશનની પહેચાન આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ચાંદની રાત અને સફેદ રણનું અદ્દભૂત સૌંદર્ય પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો,પંચતત્વોની અનુભૂતિ કરવાનો અનેરો અવસર આ પરિષદ સૌને પૂરો પાડશે. તેમણે કચ્છના આ સફેદ રણને વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન મળતાં હસ્તકલા કારીગરી, સ્થાનિક રોજગારી અને વેપાર-રોજગારને નવું બળ મળ્યું છે તેની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ૬પ ટકા યુવાશકિત ધરાવતા ભારત દેશમાં યુવાશકિત-યુવાખેલકૂદ પ્રવૃતિને પણ વેગ આપીને યુવાશકિતને રચનાત્મક માર્ગે વાળવા આ શિબિરમાં વિચાર-વિમર્શનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, યુવાધનને વ્યસનોની બદીઓથી દૂર રાખી વિકાસમાં તેનો સદુપયોગ થાય તે માટે ગુજરાતમાં હૂક્કાબાર પ્રતિબંધ, દારૂબંધીનો કડક અમલ અમે કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રવાસનને વેગ આપવો છે પરંતુ વ્યસનોથી દૂર રહીને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રવાસન વધારવુ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે યુવાશકિતના ખેલકુદ સામર્થ્યને નવી દિશા આપવા ખેલમહાકુંભના સફળ આયોજનથી ૪૦ લાખ ખેલપ્રેમીઓને નવી પ્રતિભા આપી છે તે પણ દેશ માટે દિશાદર્શક બન્યું છે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
પ્રવાસન મંત્રીએ વર્લ્ડ ટુરિઝમ ઇન્ડેક્ષમાં ભારત ૧૩મા ક્રમે પહોચ્યું છે અને વિશ્વના પ્રવાસન ગ્રોથમાં ભારત ૧૦.૭૧ ટકાનું યોગદાન આપે છે તેની પણ ભુમિકા આપી હતી. તેમણે રાજ્ય-કેન્દ્રની સરકારોના આત્મીયતાના સંબંધને પ્રવાસન-સંસ્કૃતિ અને ખેલકુદથી નવી ઊંચાઇ આપવા પણ અપિલ કરી હતી.

સમિટ ઉદઘાટન સમારોહ બાદ તમામ પ્રવાસન મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કચ્છનાં સફેદ રણમાં સુર્યાસ્તનો અનેરો નઝારો માણ્યો હતો અને બાદમાં ઘોરડોનાં સફેદ રણમાં રંગારંગ ભાતીગળ સાંસ્કૃત કાર્યક્રમ મન ભરીને માણેલ હતો.

English summary
We will make the world believe in ‘Bharat Nahi Dekha to Kuch Nahi Dekha’ after this national tourism conference : Guj CM. Read here all news of National Tourism Conference news which is going on at dhordo Kutch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X