For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : નવરાત્રી 2017ની આ તસવીરો, જેમાં છે મસ્તી, મજાને ગરબા

નવરાત્રીમાં જ્યાં એક તરફ મિત્રો સાથે ગરબા રમવાની મજા છે ત્યાં જ નવરાત્રી કોઇના માટે છે વ્રત અને ભક્તિનો પર્વ ત્યારે ગુજરાત અને ભારતભરમાં ઉજવાયેલી નવરાત્રીની તસવીરો જુઓ અહીં.

|
Google Oneindia Gujarati News

નવરાત્રી 2017 જેમાં દર નવરાત્રીની જેમ જ હતી મસ્તી, ધૂમ અને ખૂબ બધી ભક્તિ. નવરાત્રી તો હવે પૂરી થઇ ગઇ, હવે શરદ પૂર્ણિમાના ગરબા થાય તો થાય નહીં તો આવતી નવરાત્રીએ વાત! ત્યારે નવરાત્રીની ધૂમ, મસ્તીની કેટલીક સરસ તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ. જ્યાં ક્યાંક દિવડાઓ સાથેની ભક્તિ છે, ત્યાં ક્યાંક મિત્રા સાથેની મજા. નવરાત્રી પણ નવ દિવસોની જેમ જીવનના વિવિધ રંગોને બતાવે છે. ત્યારે તમે જુઓ ગુજરાત અને ભારતમાં ઉજવાતી નવરાત્રીની આ રંગેબેરંગી તસવીરો...

નવરાત્રી એટલે મિત્રો સાથેની મજા

નવરાત્રી એટલે મિત્રો સાથેની મજા

નવરાત્રી એક એવો પર્વ છે જેમાં બધા સાથે હોય ત્યારે તેની મઝા જ ખાસ હોય છે. મિત્રો, સેલ્ફી, મોડી રાત સુધી ગરબા રમવાના અને પછી ખાણી પીણીની મોઝ માણી ઘરે જવાનું. નવરાત્રીના આ દિવસો હવે પાછા આવતા એક વર્ષ લાગશે ત્યારે તે પહેલા નવરાત્રીની મજા માણી લેવી જોઇએ.

નવલી નવરાત્રી

નવલી નવરાત્રી

નવરાત્રી શબ્દનો પારંપરિક અર્થ તેવો થાય છે કે જે માથે ગરબી લઇને વર્તુળાકારમાં નૃત્ય રમે તેને ગરબો કહેવાય. આજકાલ ભલે નવી નવી સ્ટાઇલ આવી, નવા પહેરવેશ પણ આજે પણ અમુક ગરબાના તાલે આપણે લીન થઇ મસ્તીમાં ઝૂમી લઇએ છીએ. અને એક રીતે આપણા તનાવ, ચિંતાથી મુક્ત થઇ જઇએ છીએ.

ભોપાલની નવરાત્રી

ભોપાલની નવરાત્રી

નવરાત્રી હવે ખાલી ગુજરાત રાજ્ય એકલામાં નથી મનાવાતી. આ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. આ તસવીર છે ભોપાલની. આ તસવીર જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભોપાલમાં પણ લોકો નવરાત્રીનો જબરો શોખ ધરાવે છે. એટલું જ નહીં ગુજરાત છોડી મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ હવે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવ રંગેચંગે મનાવાય છે.

હાલ ને ગૌરી ગરબે રમીએ!

હાલ ને ગૌરી ગરબે રમીએ!

નવરાત્રીમાં જ્યારે એક બીજાનો સાથ હોય ત્યારે નવરાત્રી રમવાની પણ મજા આવે. કૃષ્ણ અને રાધા પણ વર્ષોથી રાસ રમતા આવ્યા છે. અને આજે પણ નવરાત્રીમાં માતાજીના ગરબા રમાઇ જાય તે પછી રાસ રમવાની આપણે ત્યાં પ્રથા છે.

સુરત ખોડલધામ

સુરત ખોડલધામ

નવરાત્રીએ ખાલી નૃત્યનો પર્વ જ નથી. નૃત્યની સાથે જ શક્તિ અને ભક્તિનો પણ પર્વ છે. અનેક લોકો નવરાત્રીમાં નવે નવ દિવસે નકોડા ઉપવાસ કરીને રાતે નવરાત્રીના ગરબા પણ રમે છે. ત્યારે નવરાત્રીના પવિત્ર તહેવાર પર સુરતના ખોડલધામ મંદિરની તસવીરો. જ્યાં એક સાથે અનેક દિપક પ્રગટાવવામાં આવ્યા હતા.

English summary
Navratri 2017: Dandiya Photos of Gujarati Navratri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X