For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વ્રાઇબ્રન્ટ ગુજરાતની ઝાંખીને સજીવીત કરાઇ, GMDC ગ્રાઉન્ડ પર

|
Google Oneindia Gujarati News

મંગળવારે, નવરાત્રીના પ્રથમ નોરતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર મુખ્યમંત્રી આનંદીબેનની હાજરીમાં નવરાત્રી મહોત્સવ 2015ની ભવ્ય શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્રાઇબ્રન્ટ ગુજરાતની પરંપરાને આ વખતે પણ મોટા પાયે ઉજવવામાં આવી હતી.

ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન અને હાજર રહેલ તમામ લોકો દ્વારા આરતી કરાઇ આ કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ અહીં ગુજરાતભર અને બહારથી બોલાવવામાં આવેલા વિવિધ કલાકારોએ રંગારંગ કાર્યક્રમ રજૂ કર્યો હતો.

સાથે જ આ કાર્યક્રમમાં ગતિશીલ ગુજરાતની થીમ પર એક પેલેલિયન પણ બનાવામાં આવ્યું હતું જે દ્વારા લોકોને ગુજરાતના વિકાસની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મેક ઇન ઇન્ડિયાના અભિયાનને અહીં પ્રમોટ કરવામાં આવ્યું હતું. જો કે દર વર્ષની જેમ આ વર્ષ પણ અહીં યોજાતા સાંસ્કૃત કાર્યક્રમમાં વાઇબ્રન્ટ ગુજરાતની અદભૂત ઝાંખી જોવા મળી હતી. ત્યારે જુઓ આ રંગારંગ કાર્યક્રમની કેટલીક તસવીરો...

હવામાં વલોવ્યું માટલું

હવામાં વલોવ્યું માટલું

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતભરના કલાકારો અહીં કાર્યક્રમ કરવા આવ્યા હતા. ત્યારે હવામાં ઝૂલીને માટલું વલોવતી મહિલાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

કૃષ્ણને ઝૂલાવ્યા

કૃષ્ણને ઝૂલાવ્યા

ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા આ શોમાં કંઇક આ રીતે કૃષ્ણને હિંડોળા પર ઝૂલાવવામાં આવ્યા હતા.

ભવ્ય સેટ

ભવ્ય સેટ

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રંગારંગ કાર્યક્રમ માટે ભવ્ય સેટ બાંધવામાં આવ્યો હતો. અને સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી.

ગરબી નૃત્ય

ગરબી નૃત્ય

ત્યારે આ વર્ષના કાર્યક્રમમાં મહિલાઓએ આ રીતે માથે ગરબી ઉપાડીને નાચી હતી. માથે બે માટલા ઉપાડી નાચી રહેલી મહિલાઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

માંડવીનો ગરબા

માંડવીનો ગરબા

ત્યારે અન્ય એક ગરબામાં મહિલાઓએ આ રીતે માથે માતાજીની માંડવી ઊંચકીને અદ્ધભૂત નૃત્ય કર્યું હતું.

રાસ

રાસ

ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટના યુવકો દ્વારા રમતા રાસે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આદિવાસી નૃત્યુ

આદિવાસી નૃત્યુ

ત્યારે આ વર્ષે પંચમહાલ જિલ્લાના આદિવાસી નૃત્યુ અને પણ અહીં બતાવવામાં આવ્યું હતું.

ખૈલેયાનો ગરબા

ખૈલેયાનો ગરબા

ખૈલેયા રૂમલા પકડીને કરાતા રંગબેરંગી ગરબાએ પણ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

મણિપુર નૃત્યની ઝલક

મણિપુર નૃત્યની ઝલક

સાથે અહીં મણિપુરની ખાસ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા કલાકરોએ મણિપુરી નૃત્ય કરીને લોગનું મન પણ લુભાવ્યું હતું.

હસ્તકળાની ઝલક

હસ્તકળાની ઝલક

તો સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાતની હસ્તકળાને પણ કંઇક અનોખી રીતે આ કાર્યક્રમમાં બતાવવામાં આવી હતી.

હજારો લોકો કરી માં અંબાની આરતી

હજારો લોકો કરી માં અંબાની આરતી

ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા લોકોએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જોડે માતાજી આરતી કરી હતી.

English summary
Navratri Special: Vibrant Gujarat at GMDC Ground
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X