નવસારી : 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી
નવસારી જિલ્લામાં આવેલા વિજલપોરમાં આસિફ નામના નરાધમે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આસિફે પોતાનો ગુનો છુપાવવા બાળકીને કોથળામાં ભરીને રેલ્વે લાઇન નજીક ફેંકી દીધી હતી. ત્યાથી પસાર થતા એક વ્યક્તિને બાળકીના રડવાનો અવાજ આવતા તેણે પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ નરાધમની ધરપકડ કરી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના પરિવારની 4 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતો આસિફ પઠાણ નામનો યુવાન રમાડવાના બહાને ફોસલાવીને લઈ ગયો હતો અને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એ બાદ તેને લાગ્યું કે, તેનું પાપ પકડાઈ જશે આથી તેણે બાળકીને કોથળામાં ભરીને ફેંકી દીધી હતી. બીજી તરફ બાળકી ન મળતા તેના માત પિતાએ તેની શોધઓળ હાથ ધરી હતી. આસિફે બાળકીને રેલ્વેના પાટા નજીક ફેંકી હતી. ત્યાં ઝાડી ઝાખરામાં ફસાયેલી બાળકી રડી રહી હતી. આથી ત્યાંથી એક યુવક પસાર થતા તેણે આ અવાજ સાંભળ્યો હતો અને બાળકીને આ પરિસ્થિતિમાં જોતા હેબતાઈ ગયો હતો. તેણે પોલીસને જાણ કરી બાળકીને નવસારી સિવિલમાં મોકલી આપી હતી. હાલમાં બાળકીની હાલત સ્થિર છે અને આરોપી પકડાઈ જાત પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે. પોલીસ પૂછપરછમાં આસિફે પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો.