For Quick Alerts
For Daily Alerts
ઓવરલોડ મુસાફર ભરેલી રિક્ષા પલટી મારતા એકનું મોત, ૧૦ ગંભીર
નવસારી માં રહેમ નજર ચાલતા ખાનગી વાહન ચાલકો પૈસા કમાવાની લાલચે ડબલ મુસાફર ભરી જતા હોય છે. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. મળતી માહિતી મુજબ વાંસદા પાસે એક રિક્ષા પલટી ખાઈ જવાની ઘટના બની હતી. રિક્ષા ચાલક દ્વારા રીક્ષામાં શ્રમતા કરતા વધારે મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. જોકે રિક્ષા ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
રિક્ષા ચાલક સહીત રીક્ષામાં મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક મુસાફરનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પવન વેગે વાત પ્રસરતા સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સાથે સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.