NCP ગુજરાતની બધી જ 26 લોકસભા સીટો પર ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ગુજરાતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાના સવાલ પર હવે પૂર્ણવિરામ લાગી ગયું છે. કોંગ્રેસે અહીં એનસીપીને એક પણ સીટ આપવાની ના પાડી દીધી છે. ત્યારપછી હવે એનસીપી ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુજરાતની બધી જ 26 સીટો પર ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ વચ્ચે રાજ્યસભા ચૂંટણી વખતે જ ખટાસ આવી હતી. આ પહેલા એનસીપીના બે વિધાયકોએ કોંગ્રેસના નેતાનું રાજ્યસભામાં સમર્થન કરવાની ના પાડી દીધી હતી.
ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા એનસીપીના વરિષ્ઠ નેતા છે. તેઓ પહેલા કોંગ્રેસ અને ભાજપમાં રહી ચુક્યા છે. પરંતુ હાલમાં તેમનું કહેવું છે કે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર નહીં બને. બીજી બાજુ તેમની આગેવાનીમાં એનસીપી ઘ્વારા ગુજરાતની બધી જ 26 સીટો પર પોતાના ઉમેદવારો ઉતારીને કોંગ્રેસ સાથે ગઠબંધન જેવા સવાલો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરત વિશે

મહારાષ્ટ્રમાં ગઠબંધન પરંતુ ગુજરાતમાં નહીં
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું છે પરંતુ ગુજરાતમાં તેમની વચ્ચે વાત નથી બની. કોંગ્રેસે ગુજરાતમાં એનસીપીને એક પણ સીટ આપવાની ના પાડી છે, જેને કારણે હવે એનસીપી ગુજરાતની બધી જ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે.

લોકસભાના 26 ઉમેદવારો સહીત વિધાનસભાના 5 ઉમેદવારો પણ ઉતારશે
એનસીપી ગુજરાત અધ્યક્ષ જયંત પટેલનું કહેવું છે કે અમારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી જ સીટો પર ઉમેદવારો ઉતારી રહી છે. તેની સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ પોતાના 5 ઉમેદવારો ઉતારશે. રાજ્યમાં આ દરમિયાન 5 સીટો પર વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન થશે.

રાજ્યસભા ચૂંટણી પછી ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ખટાસ આવી
રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના અહમદ પટેલને હરાવવા માટે એનસીપીના બે વિધાયકોએ ભાજપના ઉમેદવારને વોટ આપ્યો હતો, ત્યારથી ગુજરાતમાં કોંગ્રેસ એનસીપીથી દૂર ચાલી ગયી છે. એનસીપીના કેટલાક વિધાયકોએ અહમદ પટેલને સમર્થન પણ આપ્યું હતું.