For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉનાની હોસ્પિટલમાં નવજાત શિશુ ત્યજાયું

ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ખાનગી હોસ્પીટલમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શીશું મળી આવ્યું છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ખાનગી હોસ્પીટલમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શીશું મળી આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉનાની ખાનગી હોસ્પીટલમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શીશું મળી આવ્યું છે. એક અજાણી મહિલા શીશુને મૂકી ગયાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું છે. ઉના બસસ્ટેશન સામે આવેલ આશીર્વાદ હોસ્પીટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલના ડોકટર દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે બાળકનો કબજો લઇ સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

hospital

ખાનગી હોસ્પિટલમાં બાળક મૂકી જનાર મહિલાએ હોસ્પિટલમાં પોતાનું ડમી નામ દર્શાવી કેસ કઢાવ્યો હતો. હોસ્પિટલના સીસીટીવી ફુટેજમાં નજરે પડી રહ્યું છે કે મહિલાના હાથમાં સાડીને છેડામાં શીશુ સંતાડાયું છે અને તે કોઈ આવે નહીં તેનું ધ્યાન રાખીને બાળકને મૂકીને જતી રહે છે. જો કે આ મહિલા શું આ નવજાત શિશુની માતા છે કે અન્ય કોઇ? શા માટે તેણે બાળકને ત્યજી દીધું? આવા અનેક સવાલો હાલ સર્જાયા છે. હાલમાં પોલીસ દ્વારા આ મહિલાની શોધખોળ આદરવામાં આવી છે.

હોસ્પિટલમાં અન્ય જે સૂયાણીઓ હતી તેને પણ પોલીસે પૂછપરછ કરી છે અન તે મહિલાનું વર્ણન પૂછ્યું હતું. હોસ્પિટલમાં દાખલ પ્રસૂતિ માટે આવેલી સ્ત્રીઓ તથા તેના પરિજનોએ કરેલું વર્ણન અને સીસીટીવીમાં દેખાતી સ્ત્રીનું વર્ણન મળતું આવતું હોવાથી પોલીસે હોસ્પિટલની બહારના સીસીટીવી ચકાસવાન કવાયત પણ હાથ ધરી છે તેમજ હોસ્પિટલની આસપાસ, એસટી અને રેલ્વે સ્ટેશને પણ તપાસ આદરી છે.

હાલમાં બાળક સ્વસ્થ છે પરંતુ તેને માતાનું દૂધ ન મળવાથી તેને ઉપરનું દૂધ આવું પડે છે તેમજ તેને અન્ય પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે. જે રીતે સીસીટીવીમાં આ સ્ત્રી બાળકને મૂકતી નજરે પડે છે તે જોતા પોલીસ અંદાજો લગાવી રહી છે કે આ સ્ત્રી કોઈનું બાળક ચોરી લાવી હશે કારણ કે હોસ્પિટલના રજિસ્ટર્ડમાં મહિલાનું નામ ડમી હાનું લાગી રહ્યું છે. ઉપરાંત કોઈ ફોન નંબરની પણ નોંધણી નથી થયેલી .

English summary
New born baby infant deprived in Una hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X