ટાટા નેનો સાણંદ પ્લાન્ટમાં નવી કાર XO પણ બનશે
ટાટાએ એપ્રિલમાં માત્ર 948 નેનો કારનું વેચાણ નોંધાવ્યું છે, ત્યારે કંપની તેના પૂણેના રંજનગાલ અને ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદનની સ્ટ્રેટેજીમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કંપની હાલ એક અન્ય કોમ્પેક્ટ કારનું સાણંદના પ્લાન્ટમાં ઉતાપાદન કરવાનુ વિચારી રહી છે અને આ કાર બજારમાં વર્ષ 2015 સુધીમાં આવી જાય તેવી શક્યતા છે.
કંપનીના એક અગ્રણી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, ટાટા મોટર્સ હાલ ઈન્ડિકા પ્લેટફર્મ પર તૈયાર થતી એક્સઓ કોડનેમ ધરાવતી કારનું સાણંદના પ્લાન્ટમાં ઉત્પાદન કરવાનું વિચારી રહી છે. આ પ્લાન્ટમાં સુચિત કારનું ઉત્પાદન હાથ ધરવા માટે હાલ કંપની દ્વારા શ્કયતાદર્શી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
નેનો પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા ઘણી વધારે છે, પરંતુ હાલના ઉત્પાદન ઓછુ કરવામાં આવતું હોવાથી આ પ્લાન્ટની કુલ ઉત્પાદનક્ષમતાનો માત્ર 20 ટકા ઉપયોગ જ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2012-13ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં નેનોનું સરેરાશ માસિક ડિસ્પેચ 2,400 યુનિટ નોંધવામાં આવ્યું છે. જે પહેલા 6,600 યુનિટ હતું. આમ, પ્લાન્ટનું બીજું સૌથી નીચું ડિસ્પેચ એપ્રિલ 2013માં નોંધાયું છે.