For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ કેવી છે?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 11 સપ્ટેમ્બર : ગુજરાતભરમાં વરસાદી માહોલ જામેલો છે. ગુજરાતમાં હજી પણ અનેક ઠેકાણે વરસાદ ચાલુ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક ઠોકાણે તારાજી સર્જાઇ છે. હજારો લોકોના ઘરમાં પાણૂ ઘૂસી જતા માલ-મિલકતોને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી જતા જન-જીવનને ભારે નુકસાન પહોંચ્યુ છે. વરસાદે થોડો વિરામ લીધા બાદ વડોદરામાં બીજી ઇનિંગ શરૂ કરી છે. જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.

ગુજરાતના મોટા શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની કેવી સ્થિતિ છે અને કેવો માહોલ સર્જાયો છે તે જાણવા આગળ ક્લિક કરો...

વડોદરા

વડોદરા


વડોદરામાં પૂરની સ્થિતિને પગલે આજવા ડેમના ગેટ બંધ કરીને પાણી છોડવાનું બંધ કરતા શહેરમાં પાણીની સપાટીમાં મામૂલી ઘટાડો થયો છે. બુધવારની રાત્રે 12 વાગે વિશ્વામિત્રિ નદીમાં પણાની સપાટી ઘટીને 33 ફૂટ અને આજે સવારે 7 વાગે 31.6 ફૂટ થઇ છે. આ કારણે આજવા ડેમના દરવાજા ફરી ખોલાયા છે. 11 સપ્ટેમ્બરે સવારે 10 વાગે નદીમાં પાણીની સપાટી 30.30 ફૂટ હતી. વડોદરામાં અમદાવાદ અને સુરત શહેરમાંથી ફોગિંગ મશીન, વધારાનો સ્ટાફ, ટ્રક લાવીને પાણી ઉલેચવાની અને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ

અમદાવાદ


અમદાવાદમાં બુધવારે વરસાદ ચાલુ રહ્યો હતો. જેના પગલે ટ વિસ્તારમાં ત્રણ સ્થળોએ જર્જરિત મકાન પડી ગયાં હતાં. જેમાં કોઇ જાન હાનિના સમાચાર નથી. બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં અંદાજે પોણા બે ઇંચ વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો છે.પૂર્વ અમદાવાદમાં આવેલા રામોલના હાથીજણ- વિવેકાનંદનગર જવાના રસ્તા ઉપર ખારી નદી ઉપરનો કોઝ વે પર પાણી ફરી વળવાથી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. આ કારણે અંદાજે 30 હજારથી વધુ લોકોને હવે શહેરમાં પ્રવેશવા માટે 8 કિલોમીટર ફરીને આવવું પડશે.

રાજકોટ

રાજકોટ


રાજકોટમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ અટકી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. રાજકોટમાં બુધવારની રાત્રે આકાશમાં વિચિત્ર પ્રકાશ જોવા મળતા લોકોમાં ભારે કૂતુહલ જોવા મળ્યું હતું. જો કે તંત્રનું કહેવું છે કે આ કોઇનો પ્રયાસ છે.

સુરત-ભરૂચ

સુરત-ભરૂચ


સુરત અને ભરૂચમાં વરસાદે વિરામ લીધો છે. જો કે ગઇકાલના વરસાદને પગલે નદીના પાણીમાં વધારો થઇ રહ્યો છે. ભરૂચ પાસેની ઢાઢર નદી 100 ફૂટની જોખમી સપાટીએ પહોંચી છે.

English summary
News update on rain affected areas status in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X