
News X Exit Poll Gujarat: પરિવર્તનનો દાવો કરતી આમ આદમી પાર્ટીને મળી સૌથી ઓછી સીટ
ગુજરાતમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું વિધાનસભા ચૂંટણી માટેનું મતદાન સંપન્ન થયું. બે તબક્કામાં મતદાન દ્વારા જનતાએ સત્તાના ભવિષ્યને હવે ઈવીએમમાં કેદ કરી દીધાં છે. હવે બુધવારે ચૂંટણી પરિણામો ઘોષિત કરવામાં આવશે. ચૂંટણી પરિણામો પહેલાં એક્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. આ રિપોર્ટમાં અમે તમને News Xન એક્ઝિટ પોલનું પરિણામ જણાવશું.
News Xના એક્ઝિટ પોલ મુજબ, ગુજરાતમાં એકતરફો મામલો જણાઈ રહ્યો છે. જો કે ચૂંટણી પહેલાં ત્રિકોણીય લડાઈ જણાવવામાં આવી રહી હતી, પરંતુ એક્ઝિટ પોલના પરિણામ જણાવે છે કે ભાજપ ગુજરાતમાં સૌથી મજબૂત પાર્ટી બનીને સત્તામાં ફરીથી આવી રહી છે. ભાજપને ગુજરાતમાં 182 વિધાનસભા સીટમાંથી 117-140 સીટ મળવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને 34-51 સીટ મળી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની દુર્ગતી થઈ શકે છે. આમ આદમી પાર્ટીને 6થી 13 સીટ મળવાનું અનુમાન છે, જ્યરે અન્યના ખાતામાં 1-2 સીટ જઈ શકે છે.