Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Night Cufew: ગુજરાતના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યુ, લગ્ન સમારંભમાં શામેલ થઈ શકશે માત્ર 100 જણ

રાજ્ય સરકારે 20 શહેરોમાં આજથી રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવવાનુ એલાન કર્યુ છે.

અમદાવાદઃ દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસે વેગ પકડ્યો છે. લોકોની બેદરકારીના કારણે ફરીથી કોરોના દર્દીઓમાં વધારો થયો છે. ઝડપથી વધતા સંક્રમણના કારણે દિલ્લી સરકારે 30 એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યુનુ એલાન કર્યુ છે. વળી, ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે માટે રાજ્ય સરકારે 20 શહેરોમાં આજથી રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લગાવવાનુ એલાન કર્યુ છે. સાથે જ લોકોને નિર્દેશ આપ્યા છે કે તે કોરોનાથી બચવા માટેની ગાઈડલાઈનનુ કડકાઈથી પાલન કરે.

gujarat

ગુજરાત સરકારે રાજ્યના બધા મોટા કાર્યક્રમો રદ કરી દીધા છે અને લગ્ન સમારંભોમાં હવે 100થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને કહ્યુ કે બુધવારે રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે રાજ્યના 20 શહેરોમાં રાતનો કર્ફ્યુ લાગશે અને લગ્નોમાં 100થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે અને 30 એપ્રિલ સુધી રાજ્યમાં બધા કાર્યાલય શનિવારે બંધ રહેશે.

ગુજરાતમાં કોરોનાના 3,280 નવા કેસ સામે આવ્યા

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટે કહ્યુ હતુ કે કોરોનાની સીરિઝ તોડવા માટે 3-4 દિવસ સુધીનો કર્ફ્યુ કે લૉકડાઉન લગાવવામાં આવી શકે છે ત્યારબાદ ગુજરાત સરકારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડિયાદ, મોરબી, ગોધરા, ભૂજ, ભરુચ, દાહોદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં નાઈટ કર્ફ્યુનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 3,280 નવા કેસ સામે આવ્યા છે જે અત્યાર સુધી કોઈ એક દિવસની સૌથી વધુ સંખ્યા છે. હવે રાજ્યમાં કુલ સક્રિય કેસ 3,24,878 થઈ ગયા છે.

દેશમાં કોરોનાના અત્યાર સુધી 96,982 નવા કેસ

સમગ્ર દેશના કોરોનાના અત્યાર સુધી 96,982 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,26,86,049 થઈ ગઈ છે. વળી, 24 કલાકની અંદર કોરોનાથી 446 લોકોએ દમ તોડ્યો છે ત્યારબાદ મોતનો આંકડો 1,65,547 પહોંચી ગયો છે. વળી, દેશમાં અત્યાર સુધી 8,32,10,926 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચૂકી છે.

દેશમાં કોરોનાથી 1.3 ટકા મોત થઈ છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના વધતા કેસો માટે ચિંતા વ્યક્ત કરીને કહ્યુ છે કે રાજ્યોએ કોરોના ટેસ્ટ વધારવાની જરૂર છે. કોરોના આ વખતે ગયા વર્ષના મુકાબલે વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં આવતા ચાર સપ્તાહ ઘણા મહત્વના છે માટે બધાએ પૂરા અનુશાસન સાથે કોરોનાની ગાઈડલાઈન્સને ફૉલો કરવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X