For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાવાયરસની નવી ગાઇડલાઈન જાહેર, જાણો લગ્ન પ્રસંગ માટે શું છે જોગવાઈ?

ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધતા આખરે નિંદ્રાધીન સરકારની ઉંઘ ઉડી છે. સરકારે હવે કોરોના રોકવા માટે નવી કોરોના ગાઈડલાઈન અમલમાં મુકી છે. આ પહેલા સરકાર તેના વાઈબ્રન્ટ ગુજરાત સહિતના તમામ કાર્યક્રમો રદ્દ કરી ચુકી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ રોકેટ ગતીએ વધતા આખરે નિંદ્રાધીન સરકારની ઉંઘ ઉડી છે. સરકારે હવે કોરોના રોકવા માટે નવી કોરોના ગાઈડલાઈન અમલમાં મુકી છે. આ પહેલા સરકાર તેના વાઈબ્રન્ટ ગુજરાત સહિતના તમામ કાર્યક્રમો રદ્દ કરી ચુકી છે. ત્યારે હવે સરકારે નવી કોરોના ગાઈડ લાઈનઅમલમાં મુકી છે.

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન

નવી કોરોના ગાઈડલાઈનની વાત કરીએ તો, રાજ્યમાં હવે રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં લાવવામાં આવ્યો છે. આ કર્ફ્યુ આ પહેલા રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી અમલમાં હતો. આ ઉપરાંત રાજ્યની તમામ 1 થી 9 ધોરણની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યુ છે. હવે 1 થી 9 ના ઓનલાઈન ક્લાસ ચાલશે.

રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલમાં આવશે

રાત્રે 10 વાગ્યાથી કર્ફ્યુ અમલમાં આવશે

આ સિવાયની મહત્વની જોગવાઈઓની વાત કરીએ તો, લગ્ન અને સામાજિક પ્રસંગોમાં હવે 400 લોકોને મંજુરી આપવામાં આવશે, આવા પ્રસંગોમાં બંધ જગ્યામાં 50 ટકા જ લોકોની હાજરી સાથે યોજી શકાશે. આ ઉપરાંત અંતિમક્રિયામાં પણ 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવશે. તે ઉપરાંત ધંધા રોજગાર માટે પણ રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રેસ્ટોરન્ટની વાત કરીએ તો હવેથી રાજ્યમાં 75 ટકા કેપેસિટી સાથે રેસ્ટોરન્ટ 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જો કે હોમ ડિલિવરી માટે 11 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ તમામ કોરોના નિયમો 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે

વધુમાં વાત કરીએ તો આ સિવાય, સરકારી અને પ્રાઈવેટ એસી-નોન એસી બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરી રહેશે. તે ઉપરાંત લાઈબ્રેરી, ઓડિટોરીયમ અને સિનેમાં હોલને પણ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખલા મંજૂરી આપવામાં આવી છે. જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે. આગળ વાત કરીએ તો, ધોરણ 9થીં પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી આપવામાં આવી છે.

10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ

10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ

આ સિવાય રાત્રી કર્ફ્યુની વાત કરીએ તો રાજ્યના 10 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અમલમાં રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ પ્રકારના કામકાજ બંધ રહેશે.

English summary
Night curfew in 10 city of gujarat: Know Timings, Guidelines, Rules, What Is Allowed & What Is Not Allowed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X