For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ ચારેય મહાનગરોમાં 31 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે

ગુજરાતના આ ચારેય મહાનગરોમાં 31 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 4 મહાનગરોમાં 31 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. રાત્રી કર્ફ્યૂનો સમય રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. મુખ્યમંત્રીએ લીધેલ નિર્ણય મુજબ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 31 જાન્યુઆરી 2021 સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગૂ રહેશે.

night curfew in gujarat

જણાવી દઈએ કે ગુજરાતમાં વધુ 15 દિવસ માટે રાત્રી કર્ફ્યૂ વધારી દેવામાં આવ્યું છે. જામનગરમાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનું એલાન કર્યું છે. આગલા 15 દિવસ બાદ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ રહેશે. રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સતત સુધારાને જોતાં કર્ફ્યૂથી મુક્તિ અથવા 2 કલાક કર્ફ્યૂની અવધી ઘટાડવાની લોકો ઉમ્મીદ લગાવીને બેઠા હતા.

ખાસ કરીને હોટેલ- રેસ્ટોરાં સાથે જોડાયેલા લોકોને ઉમ્મીદ હતી કે કર્ફ્યૂ નહિ હટે તો કર્ફ્યૂનો સમય રાત્રે 12 વાગ્યેથી 6 વાગ્યા સુધીનો કરાઈ શકે છે. પરંતુ એવું ના થયું અને આગલા 15 દિવસ સુધી કર્ફ્યૂ યથાવત રાખવાનું મુખ્યમંત્રીએ એલાન કરતાં તેમની ઉમ્મીદો પર પાણી ફરી ગયું છે. જણાવી દઈએ કે દિવાળી તહેવાર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો હતો જેને ધ્યાનમાં રાખી નવેમ્બર મહિનામાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લગાવી દીધું હતું.

દિવાળી બાદ કોરોના સંક્રમણ તેજીથી ફેલાયું અને દરરોજ કેસનો આંકડો 1500ને પાર કરી ગયો. રાજ્યમાં કર્ફ્યૂ લાગ્યા બાદ સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને દરરોજ કેસની સંખ્યા ઘટીને 600 નીચે ચાલી ગઈ છે. ગુરુવારે કોરોનાના 570 નવા કેસ સામે આવ્યા, જ્યારે 737 દર્દી તો ઠીક થયા બાદ ડિસ્ચાર્જ થઈ ગયા અને રાજ્યમાં 3 દર્દી મૃત્યુ પામ્યા.

English summary
night curfew will continue till January 31 in ahmedabad, rajkot, vadodara and surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X