For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુનાગઢ: 9 માળની બિલ્ડિંગ ધરાશય થતાં 2ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

junagadh-building
ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: જુનાગ઼ઢ શહેરના મોતીબાગ નજીક આજે વહેલી સવારે એક નવ નિર્માધીન નવ માળની બિલ્ડિંગ કડકભૂસ થઇ તૂટી પડતાં બે મજૂરો કાટમાળ નીચે દટાઇ જતાં તેમના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય છ મજૂરોને ઇજા પહોંચી હતી. આ ઘટના પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યાં હતા. વહેલી સવારે ધડાકાભેર નવ માળનું બિલ્ડિંગ ધરાશય જતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.

વહેલી સવારે મીઠી નીંદર માણી રહેલા લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. શરૂઆતમાં સ્થાનિક લોકોને એમ લાગ્યું હતું કે ભુકંપ આવ્યો છે. પરંતુ બાદમાં જાણ થઇ હતી કે ઇમારત ધરાશય છે. નવ માળની ઇમારત તૂટી પડી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમ, એમ્બયુલન્સ સહિતનો સ્ટાફ કાફલા સાથે દોડી ગયો હતો.

વહેલી સવારે રેસ્કયુ ટીમે ઇમારતના કાટમાળમાં દબાઇ ગયેલા છ શ્રમિકને ભારે જહેમતે બહાર નીકળ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મજૂરોને પુછપરછ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે હજુ અન્ય બે મજૂરો પણ કાટમાળમાં દબાયેલા છે. આ અંગેની જાણ થતાં રેસ્કર્યું ટીમે ફરી કાટમાળ ખસેડવાનું કામ શરૂ કર્યું અને બે કલાકની જહેમત બાદ બે શ્રમિકનાં મૃતદેહ કાટમાળ નીચેથી બહાર નીકાળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકોની યાદીમાં એક મજૂર ઉતરપ્રદેશનો અને એક રાજસ્થાનનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે છ પૈકી ઇજાગ્રસ્તો ૩ બિહારી અને ૩ રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે વિસ્તારનાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાય ગયો હતો.

English summary
Nine floor building collapse in Junagadh, 2 dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X