For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત ખાતે નિરવ મોદીની ઓફિસમાંથી મળી આવી ૭૭૦ કરોડની જ્વેલરી

નિરવ મોદીની સુરતમાં આવેલી ઓફિસ અને શોરૂમમાં ઈડી અને સીબીઆઈએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે સવારથી શરૂ થયેલી કાર્યવાહી હજુ પણ ચાલી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

પંજાબ નેશનલ ભેંક મુંબઇ શાખામાં ૧૧,૦૦૦ કરોડ કરતાં વધુના કૌભાંડમાં સંડોવાયેલા નિરવ મોદીની સુરતમાં આવેલી ઓફિસ અને શોરૂમમાં ઈડી અને સીબીઆઈએ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ગઈકાલે સવારથી શરૂ થયેલી કાર્યવાહી હજુ પણ ચાલી છે.

Nirav modi

સુરતના સચિન વિસ્તારના સુરત ઈકોનોમિક ઝોનમાં આવેલી ફાયર સ્ટાર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં તપાસ કરી હતી અને નિરવ મોદીની સુરત ઓફિસમાંથી 770 કરોડની જ્વેલરી અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

સીબીઆઇ તથા ઇડી દ્વારા ચાર પ્રીમાઈસીસમાં તપાસ કરવામાં આવી છે. તપાસમાં સુરત સહિત મુંબઈના દસ અધિકારીઓ શામિલ છે. છેલ્લા સાત વર્ષથી સુરતમાં નિરવ મોદીનું કામકાજ ચાલી રહ્યું છે. અને અહીં તેમનું 3500 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે. ઉલ્લેખનીય છેકે હાલમાં વિદેશ મંત્રાલયે નિરવ મોદી તથા વેપારી ભાગીદાર મેહુલ ચોકસીના પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે જપ્ત કરી લીધા છે. આ પાસપોર્ટ તત્કાળ અસરથી જપ્ત કરવામાં આવ્યા છે તેમજ વિદેશ મંત્રાલયે બંને વ્યક્તિને પોતાનો જવાબ આપવા એક અઠવાડિયાનો સમય પણ આપ્યો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું જે નિરવ મોદી અને મેહુલ ચોકસી આ અંગેનો જવાબ નથી પાઠવી શકતા તો એવું માની લેવામાં આવશે કે તેમની પાસે પોતાના ખુલાસામાં કોઈ બાબત નથી. વિદેશ મંત્રાલયે આ કામગીરી ઇડીના સલાહ બાદ કરી હતી. સીબીઆઈ તેમજ ઇડીએ વિદેશ મંત્રાલય પાસે ગત રોજ માંગણી કરી હતી કે આ બંનેના પાસપોર્ટ રદ કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે નિરવ મોદી તથા મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકના કથિત ૧૧ ૦૦૦ કરોડ કરતા વધુના કૌભાંડના આરોપી છે. અને હાલમાં તેઓ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

English summary
Nirav modi office surat 770 crore worth jewellery found
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X