For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગિરનાર આરોહણ સ્પર્ધાનું ગિનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોમીનેશન

|
Google Oneindia Gujarati News

જુનાગઢ, 26 નવેમ્બરઃ 1971થી શરૂ થયેલી ગિરનાર પર્વત પરની સાહસપુર્ણ એવી ગિરનાર સ્પેર્ધા હવે વિશ્વ સ્તરે સુપ્રસિધ્ધ થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ચાલુ વર્ષે વિશેષ આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયુ છે. જિલ્લા કલેક્ટર આલોકકુમારે ગિરનાર સ્પર્ધાની તમામ જીણવટભરી વિગતો અને ગુજરાત અને દેશનાં વિવિધ રાજ્યોનાં યુવાનોનાં જોશ અને ઉત્સાહને ઉજાગર કરતી આ સ્પર્ધાની વિગતો ગિનીશ બુક ઓફ વર્લ્ડ કમિટીને રજુ કરી આ સ્પાર્ધાને ગિનીશ બુકનાં નોમીનેશન માટે મંજુર કરાવી છે. આ સ્પોર્ધાનું આગામી તા. 4 જાન્યુઆરીનાં રોજ ગિનીશબુકની ટીમ આ સ્પર્ધાનું રેકોર્ડીંગ સાથે કવરેજ કરી તેની નોંધ લેશે. આ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્પર્ધાનાં સારામાં સારા દેખાવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

nomination-of-girnar-mountain-competition
જિલ્લા કલેક્ટર આલોકકુમારનાં અધ્યક્ષ સ્થાને આજે 4 જાન્યુઆરી-2015નાં રોજ યોજાનારી ગિરનાર સ્પર્ધાનાં વિશેષ આયોજન માટે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટર આલોકકુમારે જણાવ્યુ હતુ કે ગિરનાર સ્પર્ધાની હવે વૈશ્વિક સ્તરે નોંધ લેવાવાની છે તે માટે જુનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનાં રમતવિરો દ્વારા જરૂરી ઉત્સાહ અને પ્રતિભાવો મળે તે જરૂરી છે, જિલ્લા વહિવટી તંત્ર આ સ્પર્ધાનાં સક્ષમ એવા તમામ યુવાનોને પ્લેટફોર્મ આપવા તૈયાર છે. કલેક્ટરે કરેલા આયોજનની વિગતો આપતા જણાવ્યુ હતુ કે વહિવટી તંત્રનાં અત્યાર સુધીનાં પ્રયાસો આ દિશામાં સકારાત્મક રહ્યા છે.

ઈન્ડોર-જાપાન ફ્રેન્ડશીપ ઉજવણી અંતર્ગત જાપાનનાં પ્રતિનિધિ મંડળે કલેક્ટરને મળી આર્થિક અનુદાન સાથે સહભાગિતા વ્યક્ત કરી છે. લંડનથી પણ પ્રતિભાવ મળ્યા છે. આ સ્પર્ધામાં વિદેશથી પણ સ્પીર્ધકો જોડાવાનાં છે આથી આ સ્પર્ધા આંતરાષ્ટ્રીય બની રહે તે માટે વિચારણા ચાલી રહી છે. રમત-ગમત વિભાગ શાળા કોલેજો વ્યાયામ શિક્ષકો અને દરેક જિલ્લાનાં રમતગમત અધિકારીઓ અને સ્પોર્ટ્સ સંસ્થાઓનાં યોગદાનથી આ સ્પાર્ધામાં અત્યાર સુધીનાં સૌથી વધુ 4 થી 5 હજાર સ્પર્ધકો જોડાય તે માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 03-09-2011માં નોર્વે ખાતે 972 લોકોએ એકસાથે પર્વતારોહણ કર્યાનો રેકોર્ડ છે. ગિરનાર સ્પીર્ધામાં આથી વધુ દર વર્ષે સ્પર્ધકો એકસાથે દોડે છે. પરંતુ આ રેકોર્ડ કાયમ રહે તે માટે આ વર્ષે વધુમાં વધુ સંખ્યા થાય તે માટેનાં પ્રયાસો છે. સ્પલર્ધામાં જોડાવા 25-11-2014 થી 20-12-14 સુધી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતેથી પ્રવેશ પત્રો મેળવી નિયત સમયમાં પહોંચતા કરવાનાં રહેશે.

રાજ્યનાં તમામ જિલ્લા મથકે પણ રમત ગમત અધિકારીની કચેરી ખાતે સ્પર્ધામાં જોડાવા માટેનાં ફોર્મ મળી રહેશે. વધુ જાણકારી માટે 0285-2630490 ફોન પર સંપર્ક સાધી જાણકારી મેળવી શકાશે. સિંગલ માઉન્ટ એસેન્ટ ઈવેન્ટનું ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન માટે સ્પંર્ધા સંચાલન માટે 10 સી.સી. ટીવી કેમેરા , વાઈફાઇ સિસ્ટમ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, એલ.ઇ.ડી ટી.વી, લાઇવ કવરેજ, વિડીયો કેમેરા સાથે પોલીસ વાયરલેસ સેટ, વોકી ટોકીનાં માધ્યમ સાથે 11 જેટલી વિવિધ સંચાલન સમિતિ કાર્યરત રહેશે.

English summary
nomination of girnar mountain competition for Guinness book of world record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X