ગુજરાતમાં AIMIM નહિ, કોંગ્રેસ છે ભાજપની B ટીમઃ અસદુદ્દીન ઓવૈસી
ભરૂચઃ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં રેલી કરીને પોતાની પાર્ટીના ચૂંટણી અભિયાનનુ બ્યુગલ ફૂંકી દીધુ છે. ઓવૈસીએ ભરુચમાં પાર્ટીના પહેલા ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને મોદી સરકારને આડે હાથ લઈને એઆઈએમઆઈએમને જનહિતેષી ગણાવી. પોતાની પાર્ટી ભાજપની બી ટીમ હોવાના આરોપનો ઉપહાસ કર્યો. ઓવૈસીએ કહ્યુ કે, 'કોંગ્રેસના નેતા અમને ભાજપની બી ટીમ કહે છે પરંતુ અમે નથી. ગુજરાતમાં કોંગ્રેસ જ ભાજપની બી ટીમ છે.'
ઓવૈસીએ કહ્યુ કે, 'અમારી પાર્ટી પર ભાજપની બી ટીમ હોવાના આરોપ કેમ લગાવવામાં આવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કારણે ભાજપ ત્રણ દશકથી ગુજરાત જીતી રહ્યુ છે.' ઓવૈસીએ એ પણ દાવો કર્યો કે બંને મામા-ભાણિયાની જેમ વધ્યા. કોંગ્રેસ-ભાજપના શાસન વિરુદ્ધ જ ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન 'AIMIM'એ અત્યારે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. તેમણે કહ્યુ કે અધિકારોથી વંચિત સમુદાયો માટે વિકલ્પ તરીકે રાજ્યમાં પાર્ટીને સ્થાપિત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી સાથે સહયોગી તરીકે ગુજરાતમાં નગરનિગમની ચૂંટણીમાં ભાગ લઈ રહી છે.અમદાવાદની નગર નિગમની ચૂંટણીમાં 21 સીટો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. બંને પક્ષોએ ગુજરાતમાં આગામી સ્થાનિક ચૂંટણી માટે ગઠબંધન કર્યુ છે. ઓવૈસીનુ કહેવુ છે કે, 'અમે લોકો માટે એક વિકલ્પ તરીકે ગુજરાત આવ્યા છે. ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત અને ઓબીસી લોકો માટે. અમારો હેતુ માત્ર ચૂંટણીમાં સફળતા મેળવવાનો નથી પરંતુ ગરીબો અને મુસલમાનોના બંધારણીય અધિકારોની રક્ષા કરવાનો છે. સાથે જ તેમની આદિવાસીઓની ભૂમિ રક્ષા કરવી અમારો હેતુ છે.' ઓવૈસીએ મુસ્લિમો, આદિવાસીઓ અને અન્ય સમુદાયોને એક રહેવાનો સંદેશ આપ્યો.
છેલ્લા 24 કલાકમાં 9110 કોરોનાના નવા કેસ, 14016 થયા રિકવર