• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવતીઓની સુરક્ષા માટે વડોદરા પોલીસનુ જાહેરનામુ

|

વડોદરા, 24 ડિસેમ્બર: હાલમાં દિલ્હીમાં બનેલી ચાલતી બસમાં સામુહિક બળાત્કારની ઘટના બાદ ચોતરફથી વિરોધ પ્રદર્નનો વંટોળ ઉઠ્યો છે. આ ગેંગરેપના વિરોધમાં અને દોષીઓને ફાંસીની સજા આપવા માટે દેશના ખુણે ખુણેથી માંગ ઉઠી રહી છે. તેવામાં વડોદરાની પોલીસે યુવતીઓ પર બળાત્કાર અને છેડખાની જેવી ઘટનાઓને રોકવા માટે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.

વડોદરા પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં એવી જાહેરાતો કરવામાં આવી છે જેના કારણે શહેરમાં છેડછાડ, બળાત્કાર અને અપહરણની ઘટનાઓ ના ઘટે તે અંગે તકેદારી લેવામાં આવી છે. જાહેરનામામાં જણાવાયું છે કે કારણ વિના પુરુષો કોઇપણ જગ્યાએ ઉભા નહી રહી શકે, અને જો ઉભા રહેશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ટ્યુશન ક્લાસીસનો સમય સવારના સાતથી લઇને રાતના નવ વાગ્યા સુધી જ રાખવાની ફરજ પડાશે. સ્કૂલ કોલેજની આસપાસ પોલીસ દ્વારા ચાપતી નજર રખાશે. તેમજ તમામ ટ્રાફિક પોલીસના જવાનોને જણાવી દેવામાં આવ્યું છે કે પ્રાઇવેટ કાર કે બસના કાચ પરથી બ્લેક ફિલમ દૂર કરવામાં આવે.

English summary
Notification of vadodara police for girl's security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X