For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બર 25, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

rc-technical-gujarat
અમદાવાદઃ છેડતી કરનાર પુત્રને પિતાએ આ રીતે શીખવ્યો સબક
અમદાવાદમાં આરસી ટેક્નિકલમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર પુત્રને સબક શીખવવા માટે પિતાએ છેડતી પીડિત છોકરી પાસે પોતાના પુત્રને લાફો મરાવ્યો હતો તેમજ પોતાના પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમણે પોલીસને જણાવ્યું હતું. આ બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર સોલા સ્થિત આરસી ટેક્નિકલ કોલેજમાં ડિપ્લોમામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ પોતાની બે સહવિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાનો કિસ્સો બનતા કોલેજમાં હોબાળો મળ્યો હતો, બાદમાં પ્રિન્સીપાલે પોલીસને જાણ કરી હતી, પોલીસે છેડતી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને આ અંગે જાણ કરતા વાલી કોલેજ પહોંચ્યા હતા, જ્યાં શાહિલ પ્રજાપતિના પિતાએ પુત્રને સબક શીખવવા પોલીસને રજૂઆત કરી હતી કે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

બાળકી પર બળાત્કારઃ 3 બાળ આરોપીને 15 માસની કેદ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર પાંચ કિશોરોએ બળાત્કાર ગુજાર્યાના કેસમાં પાંચ પૈકી ત્રણ બાળ આરોપીઓએ ચાર્જ ફ્રેમ વખતે ગુનો કબુલી લીધો હતો, બાદમાં ગઇકાલે આ કેસમાં ચુકાદો જાહેર કરતા જુનેવાઇલ જસ્ટિસ બોર્ડના પ્રમુખ જે એમ બ્રહ્મભટ્ટે ત્રણેય બાળ આરોપીઓને 15 મહિનાની સજા ફટકારી હતી, સજા બાદ ત્રણેય બાળ આરોપીઓને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી આફવામાં આવ્યા હતા. આ કેસમાં એક કિશોરે અગાઉ ગુનો કબુલી લીધો હતો, જેને કોર્ટે નવ મહિનાની કેદની સજા ફટકારી હતી.

ધોરાજીઃ એક લાખમાં સગીર દિકરીને વેચી હોવાની ફરિયાદ
ધોરાજી તાલુકાના પીપળિયા ગામે એક સગીર દિકરીને એક લાખમાં વેચીને તેના બાળ લગ્ન કરાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ સમાજ સુરક્ષા વિભાગમાં કરવામા આવી હતી, જેને અંગે પગલા ભરતા વિભાગે આ બાળ લગ્નને અટકાવ્યા હતા. આ અંગે જાણવા મળ્યા મુજબ કોળી જ્ઞાતિના વિઠ્ઠલ મોતીભાઇ મેણિયાએ પોતાના 26 વર્ષીય પુત્ર પ્રવિણના લગ્ન રાજકોટ સ્થિત બાળકૃષ્ણનગર, માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા દેવીપૂજક પરિવારની સગીર દિકરી સાથે કર્યા હતા અને દિકરીના પરિવારને એક લાખ રૂપિયા ચૂકવ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી, જે અંગે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પગલા હાથ ધરવામાં આવ્યા હતા.

English summary
november 25, 2014 : News highlights of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X