For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકિલ કુરેશીની નિમણૂંક

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકિલ કુરેશીની નિમણૂંક

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 1લી નવેમ્બરે જાહેર કરેલ નોટિફિકેશન મુજબ ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે અનંત એસ. દવેની નિમણૂક કરવામાં આવી હતી અને તેની સાથે જ બીજું એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાતના સૌથી પ્રામાણિક અને સિનિયર જજ અકિલ કુરેશીનું મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતું. જો કે ગુજરાતના વકીલોએ આ ટ્રાન્સફનો વિરોધ નોંધાવ્યો હતો.

અકિલ કુરેશીનું ટ્રાન્સફર કરી દેવાયું હતું

અકિલ કુરેશીનું ટ્રાન્સફર કરી દેવાયું હતું

જણાવી દઈએ કે ન્યાયમૂર્તિ સુભાષ રેડ્ડીની સુપ્રીમ કોર્ટમાં નિમણૂંક કરવામાં આવતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની જગ્યા ખાલી પડી હતી. ત્યારે સૌથી સિનિયર જજ અકિલ કુરેશીનું મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું હતુ્ં અને બીજા નંબરના સિનિયર જજ અનંત એસ દવેની ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. અકિલ કુરેશીને 5 નવેમ્બર કે તે પહેલા મહારાષ્ટ્ર હાઈકોર્ટનો ચાર્જ સંભાળી લેવા કહેવામાં આવ્યું હતું.

વકીલોએ વિરોધ કર્યો

વકીલોએ વિરોધ કર્યો

અકિલ કુરેશીના અયોગ્ય ટ્રાન્સફરના વિરુદ્ધમાં ગુજરાતના વકીલોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું. આ ટ્રાન્સફર અયોગ્ય અને અનિશ્ચનિય હતું. બાર કાઉન્સિલ પણ ટ્રાન્સફર કરવા પાછળનું એકપણ કારણ ન શોધી શક્યું.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક

ગુજરાત હાઈકોર્ટના સિનિયર વકીલ યતિન ઓઝાએ કહ્યું કે કોલેજિયમનો હેતુ જસ્ટિસ કુરેશીને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવાનો હતો જ, અને તેથી જ CJI રંજન ગોગોઈએ કેન્દ્ર સરકારને શક્ય તેટલી જલદી નવું સૂચના પત્ર જાહેર કરવા લખ્યું.

અકિલ કુરેશીની પ્રોફેશનલ લાઈફ

અકિલ કુરેશીની પ્રોફેશનલ લાઈફ

જણાવી દઈએ કે જસ્ટિસ અકિલ કુરેશી જુલાઈ 1983માં વકાલત સાથે જોડાયા અને માર્ચ 1992થી 1998 સુધી તેઓએ કેન્દ્ર સરકારના સ્થાયી સલાહકાર તરીકે ફરજ બજાવી છે. માર્ચ 2004માં તેમની નિમણૂક ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે થઈ હતી.

એમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતીએમ જે અકબર પર હવે લાગ્યો બળાત્કારનો આરોપ, પત્રકારે કહી આપવીતી

English summary
now akil kureshi appointed as a chief justice of gujarat high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X