દિલ્હીના IT અધિકારીઓ કરશે મહેશ શાહની પૂછપરછ
નોંધનીય છે કે 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યા પછી નાટકીય રીતે પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે વાતને પણ આજે ત્રીજો દિવસ વીતવા છતાં મહેશ શાહે આયકર વિભાગના અધિકારીઓ આગળ કોઇ પણ મહત્વની માહિતી પૂરી નથી પાડી. તે પાછલા ત્રણ દિવસથી માત્ર અધિકારીઓને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. ત્યારે મહેશ શાહની આગળની તપાસ માટે ખાસ દિલ્હીથી આયકર અધિકારી આજે અમદાવાદ આવશે. જે મહેશ શાહની આગળની તપાસ હાથ ધરશે.
નોંધનીય છે કે આ તમામ પૂછપરછની વચ્ચે મહેશ શાહએ તબિયત બગડવાનો નાટક પણ કરી ચૂક્યો છે. જેના પગલે ડોક્ટરોની ટીમ પણ આયકર વિભાગમાં બોલવવામાં આવી હતી. નોંધનીય છે કે મહેશ શાહે જણાવ્યું હતું કે તેના જીવને ખતરો છે. જેના પગલે તેની સુરક્ષા પણ વધારવામાં આવી છે. પણ આ તમામની વચ્ચે તપાસના ત્રીજા દિવસે પણ મહેશ શાહ આ કાળા નાણાં કોના છે તે વાતનો ફોડ પાડવા તૈયાર નથી. ત્યારે હવે જોવાનું તે રહે છે કે શું દિલ્હીથી આવતા અધિકારીઓ મહેશ શાહથી કોઇ મહત્વની માહિતી નીકાળી શકે છે કેમ?