વિયેતનામની લાડી લાવ્યો વડોદરાનો છોરો!

Posted By:
Subscribe to Oneindia News

શુક્રવારે, વડોદરામાં, ન્યૂયોર્કમાં રહેતા પણ મૂળ વડોદરાના નિવાસી એવા નિરવ પંડ્યાએ 2 વર્ષથી તેમની લિવ ઇન પાર્ટનર અને મૂળ વિયેતનામની વતની એવી હા ડેંગ સાથે પ્રભૂતામાં પગલા માંડ્યા. ન્યૂઝિલેન્ડમાં નોકરી કરતા એનઆરઆઇ નિરવ ભાઇ અને હા ડેંગ આ અનોખા લગ્નએ હાજર રહેલા તમામ સંબંધીઓમાં ભારે આકર્ષણ ઊભુ કર્યું હતું.

ઓકલેન્ડમાં બિઝનેસ મેનેજમેન્ટનું ભણેલા નિરવ ભાઇ અને હા ડેંગ એક જ જગ્યાએ નોકરી કરતા હતા. જ્યાં જ તેમને એક બીજાથી પ્રેમ થઇ ગયો અને શુક્રવારે બન્નેના પરિવારની સહમતિથી તેમણે વિવિધત ગુજરાતી પરંપરા મુજબ લગ્નગ્રંથીએ બંધાયા.

 

ત્યારે આ લગ્નની સૌથી વધુ ખુશી હા ડેંગના ચહેરા પર જોવા મળતી હતી. હા ડેંગ કહ્યું કે તે તો લગ્ન પતાવીને નિરવ સાથે જલ્દીથી ગરબે ગુમવા માંગે છે. એટલું જ નહીં હા ડેંગ કહ્યું કે તેને ખાલી ગુજરાતી છોકરો જ નહીં ગુજરાત ફૂડ પણ એટલું જ ગમે છે. ત્યારે કેવી રીતે વિયેતનામની છોરી વડોદરાના નિરવભાઇ પંડ્યાની લાડી બની તેની રોચક પ્રેમકહાની જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હા ડેંગ થઇ નિરવની
  

હા ડેંગ થઇ નિરવની

ન્યૂઝીલેન્ડ સાથે નોકરી કરતા વિયેતનામની હા ડેંગ અને એનઆરઆઇ નિરવ પંડ્યા ન્યૂઝીલેન્ડમાં એકબીજાથી પ્રેમ થઇ ગયો. જે બાદ તે લીવ ઇનમાં ત્યાં રહેવા લાગ્યા. જો કે તે બાદ બન્ને પરિવારો હા પાડતા શુક્રવારે તેમના લગ્ન લેવાયા.

હા ડેંગનો ગુજ્જુ પ્રેમ
  

હા ડેંગનો ગુજ્જુ પ્રેમ

તમને જાણીને નવાઇ લાગશે પણ વિયેતનામની હા ડેંગ ગુજ્જુ છોકરો જ નહીં ગુજરાતના ગરબા, કપડા, ખાવાનું, બોલીવૂડની ફિલ્મો અને પરિવારને આપવામાં આવતું મહત્વ ખૂબ જ ગમે છે.

હા ડેંગે લીધી ટ્રેનિંગ
  
 

હા ડેંગે લીધી ટ્રેનિંગ

હા ડેંગ તો ગુજરાતી બનવાની પૂરી ટ્રેનિંગ પણ લઇ લીધી છે. તે પાછલા 6 મહિનાથી ઇન્ટરનેટ પર આ અંગે બધુ શીખી રહી છે. તેણે કહ્યું કે વિયેતનામના લોકો પણ પરિવાર બહુ માને છે ને ભારતીયો પણ.

નિરવ પંડ્યા
  

નિરવ પંડ્યા

નિરવ ભાઇનું માનીએ તો તેમના માટે આ કોઇ સ્વપ્નના સાચા થવા સમાન છે. તેમણે જણાવ્યું કે જ્યારે તે હા ડેંગ સાથે પ્રેમમાં પડ્યા ત્યારે તેમને ખબર નહતી કે તેમનો પરિવાર લગ્ન માટે હા પાડશે કે કેમ?

તું મેરી મેં તેરા
  

તું મેરી મેં તેરા

જો કે આ લગ્નથી બન્નેના પરિવારજનો પણ ખુબ જ ખુશ છે. ત્યારે હા ડેંગની તો એ જ ઇચ્છા છે કે લગ્ન બાદ ક્યારે તે બન્ને સાથે નવરાત્રીના ગરબામાં સાથે ગુમવા જાય. કારણ કે તેને અહીંના ગરબા ખુબ જ ગમે છે.

English summary
NRI Barodian And New Zealand Girl Marriage At Vadodara
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.